આજના આધુનિક અને વિકસતા શહેરીકરણના સમયમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બેટ દ્વારકા ખાતે તાજેતરમાં ગ્રામ્ય જીવન દર્શન અનુભૂતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં લોકો ગામડાને ભૂલીને શહેર તરફ આંધળી ડોટ મૂકી રહ્યા છે. જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાથીઓને ગામડાના જીવનનો અનુભવ થાય તે હેતુથી આ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ અહીંની દરિયાઈ સીમા નજીકના ગામો મીઠાપુર, સુરજકરાડી, ઓખા અને બેટ દ્વારકા જેવા ગામોમાં જઈને લોક સંપર્ક કર્યો હતો. સાથે આ વિસ્તારનું ભોજન, ઇતિહાસ, સંસ્કૃતિ તથા સરહદની માહિતી પણ મેળવવી હતી. આ કાર્યક્રમમાં દક્ષિણ તથા ઉતર ગુજરાતના ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ખુબ સારા અનુભવ સાથે આ ગ્રામ્ય જીવન દર્શન કાર્યક્રમને માણ્યો હતો.