ઓખામાં બાઈક ચોરીનો આરોપી ઝડપાયો

0

ઓખા મરીન વિસ્તારમાંથી તાજેતરમાં એક મોટરસાયકલની ચોરી થયાનો બનાવ સ્થાનિક પોલીસ દફતરે નોંધાયો હતો. આને અનુલક્ષીને ઓખાના પી.એસ.આઈ. આર.આર. ઝરૂ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઓખાના બર્માસેલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા પ્રવીણભા રાજમલભા માણેક નામના ૩૩ વર્ષના હિન્દુ વાઘેર શખ્સને પોલીસે ચોરીના રૂપિયા ૩૫,૦૦૦ ની કિંમતના સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સાથે ઝડપી લઇ, આગળની કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!