સાસણ ખાતે ૧૬ મી સિંહ વસ્તી અંદાજ ગણતરીનું નિરીક્ષણ કરતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ

0

મંત્રીએ સિંહના સારવાર કેન્દ્રની મુલાકાત લીધી અને જરૂરી માર્ગદર્શન આપ્યું

વન, પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળસંપતિ અને પાણી પુરવઠાના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જૂનાગઢ જિલ્લામાં સ્થિત સાસણ ગીરની મુલાકાત લીધી હતી. હાલમાં સાસણમાં ૧૬ મી સિંહ વસ્તી ગણતરી અંદાજ ચાલી રહી છે. જેનું મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. મંત્રી સિંહ ગણતરીમાં જાેડાયેલા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત મંત્રીશ્રીએ સાસણ ગીર ખાતે આવેલી સિંહ સારવાર માટેની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી અને અધિકારીઓ પાસેથી હોસ્પિટલની કામગીરીની માહિતી મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તારીખ ૧૦ મેથી શરૂ થયેલ વસ્તી ગણતરી તારીખ ૧૩ મે સુધી યોજવામાં આવનાર છે. જેમાં રાજ્યના ૧૧ જિલ્લાના ૫૮ તાલુકામા ૩૫,૦૦૦ કી.મી. વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી વસ્તી ગણતરી કરવામાં આવશે. છેલ્લે વર્ષ ૨૦૨૦ માં કુલ ૬૭૪ જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિંહ વસ્તી ગણતરી માટે સમગ્ર વિસ્તારને રિજયન, ઝોન, સબ ઝોનમા વહેંચવામાં આવ્યો છે. વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, એનજીઓ, અને પ્રથમ વખત ૬૦૦ જેટલા સ્થાનિક સરપંચઓ ઉપરાંત સામાજિક સહભાગીતાથી સક્રિય નાગરિકોને પણ આ વસ્તી ગણતરીમાં જાેડવામાં આવ્યા છે. આમ, કુલ ૩૨૫૪ જેટલા સ્વયંસેવકો વસ્તી ગણતરીમાં સહભાગી બન્યા છે. મંત્રીની આ મુલાકાત દરમ્યાન આ પ્રસંગે સચિવ સંજીવ કુમાર, વન વિભાગના ઉચ્ચ અધિકારી જયપાલસિંહ, એ.પી.સિંહ, રામ રતન નાલા, સાસણગીર ખાતેના વન્યપ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક ડો. મોહનરામ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!