દ્વારકાના ભથાણ ચોકમાં આવેલ ૧૩૮ વર્ષ જૂની ગૌશાળામાં આગામી તા.૫-૬-૨૦૨૫ ને ગુરૂવારથી તા.૧૧-૬-૨૦રપને બુધવાર સુધી શ્રી દ્વારકા ગૌશાળા કમિટિના નવનિર્માણ પ્રસંગે ગૌમાતાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું છે. તા.૫-૬-૨પના બપોરે ૩ કલાકે શોભાયાત્રા બપોરે ૩ કલાકે દ્વારકાધીશ મંદિરથી કથા સ્થળ સુધી શોભાયાત્રા યોજાશે. કથાના દિવસો દરમ્યાન દરરોજ બપોરે ૪ થી સાંજે ૭ કલાક સુધી વ્યાસપીઠ પરથી પૂ.કનકેશ્વરી દેવીજીના શ્રીમુખે ભાગવત કથાના વિવિધ પ્રસંગોનું તેમની સંગીતમય શૈલીમાં ઉપસ્થિત ભાવિકોને રસપાન કરાવાશે. સપ્તાહ દરમ્યાન પિતૃ તર્પણ પોથી નોંધાવવા માટે તા.૧-૬-૨૦૨પ સુધી આયોજકોનો સંપર્ક સાધવાનો રહેશે. વધુ માહિતી માટે મો. ૯૮રપપ૯ર૯૪૭, ૯૯૨૪૨૮૬૮૫૪, ૯૮૯૮૧૪૮૧પ૦, ૯૯૨૪૪૨૪૪૯૯, ૯૭૨૫૦૨૯૮૪૧, ૯૮૭૯૧૭૭૧૪૦નો સંપર્ક કરવા જણાવેલ છે.