કોડીનારની શિંગોડા નદીમાં ડૂબી જતા બે મુસ્લિમ બાળકોના કરૂણ મોત : પરિવારમાં શોકનો માહોલ

0

એક બાળકને બચાવવા જતા બીજો બાળક પણ ડૂબ્યો

કોડીનાર શહેરમાંથી પસાર થતી શિંગોડા નદીમાં ડૂબી જવાથી મુસ્લિમ સમાજના બે માસૂમ બાળકોના કરૂણ મોત નિપજ્યા છે. આ ઘટના કોડીનાર મામલતદાર કચેરીની પાછળના ભાગે બની હતી, જ્યાં એક બાળક ડૂબી રહ્યું હતું અને તેને બચાવવાના પ્રયાસમાં બીજું બાળક પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. બંને મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક બાળકોમાં એકની ઉંમર ૭ વર્ષ અને બીજાની ઉંમર ૧૬ વર્ષ હતી. ઈસ્માઈલ નામનો ૭ વર્ષીય બાળક નદીમાં ડૂબી રહ્યો હતો. તેને જોઈને ૧૬ વર્ષીય શમશેરઅલી રેહમાનઅલી, જેઓ તેને બચાવવા માટે નદીમાં કૂદ્યો હતો પરંતુ કમનસીબે બંને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ બંને બાળકોને બહાર કાઢી તાત્કાલિક કોડીનારની સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા હતા, પરંતુ ફરજ પર ના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક બાળકોના નામ ઈસ્લામ ભૂરા સોરઠીયા (ઉંમર ૭ વર્ષ) અને જલાલી શમશેરઅલી રેહમાનઅલી (ઉંમર ૧૬ વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે બંને પરિવારોમાં શોકનો માહોલ સાથે માતમ છવાઈ છે. મૃતક જલાલી શમશેર અલીની મોડી રાત્રિએ જનાઝા કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જ્યારે ઇસ્લામ ભૂરા સોરઠીયાનો મૃતદેહ ઉના દફનવિધી માટે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામું કરી બંને ના મૃતદેહો ને પી.એમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પરિવારજનોની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર નદી-તળાવો નજીક બાળકોની સુરક્ષાનો મુદ્દો ઉભો કર્યો છે અને વાલીઓને બાળકોને આવા જોખમી સ્થળોથી દૂર રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!