દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત કચેરી ખાતે કૃષિ સખી/CRPની પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ

0

આત્મા પ્રોજેક્ટ દ્વારા જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ ખાતે કૃષિ સખી/કારોની પ્રાકૃતિક કૃષિ અંગેની પાંચ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિમાં આમૂલ પરિવર્તન લાવવાના એક ઉત્તમ આશયથી કૃષિ સખીઓને પ્રાકૃતિક ખેતીની પ્રત્યક્ષ અને અભ્યાસની તાલીમ આપવામાં આવી રહી છે. વધુમાં આ તાલીમમાં દેશી ગાય આધારીત ખેતી કઇ રીતે કરવી, ઘરમાં જ રહેલી સામગ્રીના ઉપયોગથી ખેતી કરવા સહીતના વિષયો ઉપર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ દ્વારા પ્રાકૃતિક કૃષિ થકી મહિલા સ્વાવલંબી અને આર્ત્મનિભર બને તેવો પણ એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય પ્રાકૃતિ ખેતી મિશન અંતર્ગત જિલ્લામાં ૩ ગ્રામ પંચાયત દીઠ ૧ ક્લસ્ટર પ્રમાણે કૃષિ સખી તેમજ કોમ્યુનિટી રિસોર્ટ પર્સન CRPની પસંદગી કરી પ્રાકૃતિક ખેતીની કામગીરી કરવામાં આવશે. તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરણા પૂરી પાડવામાં આવશે. તેમજ સરકારશ્રીની પ્રાકૃતિક કૃષિ સંલગ્ન યોજના વિશે જાણકારી આપવામાં આવી હતી.

error: Content is protected !!