ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મહિલા મોરચા દ્વારા સિંદુર યાત્રા યોજાઇ

0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયાની સુચનાથી મહાનગર મહિલા મોરચાનાં અધ્યક્ષ જ્યોતીબેન વાડોલીયાનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાનગર ખાતે સાંજે ૬ કલાકે સૈનિકોનાં હોસલાને વધારવા તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંપૂર્ણ દેખરેખ હેઠળ ઓપરેશન સિંદુરમાં જે સફળતા પ્રાપ્ત કરી તથા ભારતીય સેનાના શૌર્યને બિરદાવા માટે બહેનોએ લાલ સાડી તથા ડ્રેસ પહેરીને શહીદ પાર્કથી ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા કાળવા ચોક સુધીની સિંદુર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનગર મહિલા મોરચાનાં મહામંત્રી શીતલબેન તન્ના, ભાવનાબેન વ્યાસ, જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલવીબેન ઠાકર, પૂર્વ મેયર આદ્યશક્તિબેન મજમુદાર, ગીતાબેન પરમાર, પ્રદેશ મહિલા મોરચા કારોબારી સભ્ય અને બ્રહ્મ સમાજ મહિલા અગ્રણી કનકબેન વ્યાસ, મહાનગર મુખ્ય સંગઠન ટીમના મંત્રી યોગેશ્વરીબા જાડેજા, મનિષાબેન વૈશ્નાણી, કોર્પોરેટર વંદનાબેન દોશી, મહિલા મોરચાના ગીતાબેન મહેતા, સુનિતાબેન સેવક, શારદાબેન કોટડીયા, કૈલાસબેન વેગડા, ભાવનાબેન માળી, જીજ્ઞાબેન દેસાઈ, જૂનાગઢ લોહાણા મહિલા અગ્રણી પૂજાબેન કારીયા, આર્ય સમાજના અગ્રણી પ્રવિણાબેન વાઘેલા, વિવિધ મહિલા મંડળના અગ્રણીઓ સખી મંડળના બહેનો મહિલા કોર્પોરેટર અને વિવિધ સંસ્થાઓમાંથી અનેક આગેવાન બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!