જૂનાગઢ શહેરના એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુનાના કામમાં સંડોવાયેલા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી અને તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ સીટી ‘‘એ’’ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૩૨૫૦૪૮૪/૨૦૨૫ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(એ), ૮૧ મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી પરમ ધીરેન કારીયા તથા ધવલ મીઠીયા રહે. બંને જૂનાગઢ વાળાઓની તપાસ કરતા જેતપુર પીઠડીયા તોલનાકા પાસેથી મળી આવતા હસ્તગત કરી અત્રે લઇ આવી બંને આરોપીઓ (૧) પરમ સ/ઓ ધીરેન ઉર્ફે ડી.કે. અમૃતલાલ કારીયા, લોહાણ, ઉ.વ.૧૮ ધંધો. અભ્યાસ રહે. બ્લોક નં.૮૦૨-૮૦૩, નોબલ પ્લેટીનીયમ એપાર્ટમેન્ટ, રાયજીબાગ, જૂનાગઢ, (૨) ધરમ ઉર્ફે ધવલ સ/ઓ વ્રુંદાવનભાઇ રતીલાલ મીઠીયા લોહાણા, ઉવ.૨૪ ધંધો. વેપાર ર હે. સી-૪૦૧, રાધીકા રેસ્સીડેન્સી, વાડલા ફાટક, જૂનાગઢ વાળાઓને તા.૨૧-૫-૨૫ના ક.૧૮/૫૫ વાગ્યે ગુનાના કામે અટક કરેલ છે.