ભાણવડ પંથકમાં કરૂણાંતિકા : કુવામાં ટ્રેક્ટર ખાબકતા બાળકનું મૃત્યું

0

ભાણવડ પંથકમાં ગઈકાલે શુક્રવારે સર્જાયેલી કરૂણાંતિકામાં શેરીએ રમી રહેલા બાળકોથી ટ્રેક્ટર અકસ્માતે ચાલુ થઈ જતા બે બાળકો પૈકી એક બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. આ કરૂણ બનાવની વિગત એવી છે કે ભાણવડ તાલુકાના ઢેબર ગામે શુક્રવારે સાંજે કેટલાક બાળકો રમી રહ્યા હતા, ત્યારે અહીં ટ્રેકટર નજીક રમતા બાળકોએ એકાએક ટ્રેક્ટર ચાલુ કરી દેતા બાળકો સાથે આ ટ્રેક્ટર કુવામાં ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં એક બાળકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક બાળકને ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ચેતવણી રૂપ એવા આ કરૂણ બનાવે નાના એવા ઢેબર ગામમાં ભારે અરેરાટી પ્રસરાવી છે. આ ઘટના સંદર્ભે સ્થાનિક પોલીસે પણ દોડી જઈ અને જરૂરી કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!