ગોરસર ગામેની ધાર સીમમાં વાડીની બાજુમાં જુગારના સાહિત્ય સાથે રૂા.૧૯,૧૫૦ના મુદામાલ સાથે પાંચને પકડી પાડી માધવપુર પોસ્ટે. ગુન્હો રજીસ્ટર કરાવેલ છે
પોરબંદર એલ.સી.બી.એ પોરબંદરના માધવપુર પોલીસ સ્ટેશનના ગોરસર ગામેની ધાર સીમ કેશું રામાની વાડી પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ દરોડો પડતા પાંચ જુગારીઓને જુગાર રમતા એલ.સી.બી.એ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પોરબંદર જિલ્લામાં દારૂ/જુગારની ગેર કાયદેસર પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા અને વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચના કરેલ હોય જેના અનુસંધાને એલ.સી.બી. ઈન્સા. પો.ઈન્સ. આર.કે. કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ અજાયભાઈ ચૌહાણ તથા વિરેન્દ્રસિંહ પરમારને માધવપુર પોસ્ટે.ના ગોરાસર ગામે સીમમાં જાહેરમાં જુગાર રમે છે તેવી હકીકત મળેલ હતી. ત્યારે ગોરસર ગામેની ધાર સીમમાં કેશુ રામાનીવાડી પાસે જુગાર ચાલુ હોય જેથી બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા ભીમા સવદાસભાઈ પરમાર(ઉ.વ.૪૯) રહે.ગોરસાર ગામ નવાપરા તા.જી.પોરબંદર તથા લીલા છગનભાઈ પરમાર(ઉ.વ.૫૨) રહે.ગોરસર ગામની ધાર સિમવાડીએ તા.જી.પોરબંદર તથા અરભમ રામદેભાઈ કિશોર(ઉ.વ.૪૪) રહે. પાતા ગામ ચોક પાસે તા.જી. પોરબંદર તથા યુસુફખાન મહમદભાઈ જાેખીયા(ઉ.વ.૪૯) રહે.માધવપુર ગામ ખાવડા સીમ વાડીએ તા.જી. પોરબંદર અને કારા ટપુભાઈ કડછા(ઉ.વ.૫૫) રહે.પાતા ગામની દેલાવડ સીમ વાડીએ તા.જી.પોરબંદર વાળાઓને ગંજીપતાના પાના નંગ.-૫૨ તથા રોકડા રૂા.૧૯૧૫૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારાનો ગણના પાત્ર કેસ કરેલ છે અને માધવપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયા તથા એ.એસ.આઇ. બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જાેશી, રણજીતસિંહ દયાતર તથા ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા તથા હેડ કોસ્ટેબલ ઉદયભાઈ વરૂ, સલીમભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઈ મકકા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા તથા વુમન હેડ કોસ્ટેબલ નાથીબેન કુછડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઈ ચૌહાણ તથા ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ વસાવા વગેરે રોકાયા હતા.