જૂનાગઢ જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ યુરોલોજીસ્ટ ડો. જય માકડીયાની સરાહનીય કામગીરી

0

જૂનાગઢની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ વિભાગના વીઝીટીંગ સુપર સ્પેશિયાલિસ્ટ યુરોલોજિસ્ટ ડો. જય માકડીયાએ જણાવેલ કે, વર્તમાન સમયમાં પેટને લગતી અનેક સમસ્યાઓના દર્દીઓનો ધસારો જાેવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને પથરી તથા પેશાબને લગતી બીમારીઓના દર્દીઓ બહોળી સંખ્યામાં આવી રહ્યા છે. વિશેષમાં જણાવેલ કે, પેટના રોગ સહિત કિડનીમાં પથરી, પ્રોસ્ટેટ, પેશાબની નળી સાંકળી થવી, પ્રોસ્ટેટનું કેન્સર, પેશાબની કોથળીનું કેન્સર, ગુપ્તાંગના ભાગનું કેન્સર સહિતની બીમારીઓના દર્દીઓ પોતાનું નિદાન અને સારવાર કરાવવા માટે આવે છે. જાે કોઈપણ વ્યક્તિને આવા પ્રકારની કોઈપણ તકલીફનો ભાસ થાય તો ડો. જય માકડીયા સમય બપોરે ૨ થી ૫ બુધવારે અને શનિવારે જૂનાગઢ જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલના બીજા માળે, આવેલ રૂમ નંબર ૨૧૩ મળી શકશે જેમનો જાહેર જનતાએ લાભ લેવા અનુરોધ કરેલ છે. ડો. જય માકડીયાની આવી સરાહનીય કામગીરીને દર્દીઓ પણ બિરદાવી રહ્યા છે અને એમની ઓપીડીમાં તપાસ કરાવવા માટે દર્દીઓની લાંબી લાઈનો જાેવા મળતી રહે છે તેમ યાદીના અંતે જણાવેલ હતું.

error: Content is protected !!