સોમનાથ, પ્રભાસ-પાટણ પોલીસે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો

0

પોલીસ સ્ટેશન સફાઈ, વૃક્ષારોપણ અને હરિયાળા વૃક્ષોના સંવર્ધન-જતનના શપથ લેવાયા


વિશ્વ પ્રસિધ્ધ ભારત બાર જ્યોર્તિલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરનુ પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. પોલીસ ઈન્સ. એમ.વી. પટેલ સહિતના સમગ્ર સ્ટાફે ઓફિસને સ્વચ્છ, કલીન, ટનાટન જેવી કરી હતી અને પર્યાવરણ દિવસની ઉજવણી અને આમા સહયોગ આપનાર હોટલ ફનના સંચાલક જયંત સોલંકીએ જણાવ્યું કે, પર્યાવરણ દિવસ નિમીતે અમે પ્રભાસ-પાટણ પોલીસ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે સફાઈ કરી ઈકો ફ્રેન્ડલી મેસેજ અને વૃક્ષોનું મહત્વનો સંદેશો લોકો સુધી પહોંચે તે માટે પોલીસ સ્ટેશનમાં અમારી હોટલના દસથી પંદર કર્મચારીઓ અને પ્રભાસ-પાટણ પોલીસ સ્ટાફે પોલીસ સ્ટેશનના પટાંગણમાં બિલીપત્ર, જમરૂખ અને વિવિધ ફુલોના રોપાઓનું વૃક્ષારોપણ કર્યું અને સમગ્ર વાતાવરણ હરીયાળુ-લીલુછમ અને વૃક્ષોથી છવાય તે માટે સંવર્ધન અને જતનના શપથ લેવાયા જેમાં પ્રભાસ-પાટણ પોલીસ અને ફન હોટલ સ્ટાફે ભાગ લઈ રાષ્ટ્રીય કાર્ય કર્યું હતું.

error: Content is protected !!