ડોળાસા નજીકના ઉંદરી ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અંબુજા ફાઉન્ડેશન-કેસરીયા મારફતે બેટર કોટન કાર્યક્રમ હેઠળના ગીર ગઢડા તાલુકા ના ઉંદરી ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના સંરપંચ, આગેવાનો, શિક્ષકો તેમજ ખેડૂત ભાઇઓ બહેનો અને નાના ભુલકાઓ તેમજ બેટર કોટન ટીમે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દિવસના ઉદ્દેશની ચર્ચા કરવાની સાથે ખેડુત તરીકે ખેતીમાં પર્યાવરણનો કેટલો મહત્વનો ફાળો છે, તેમજ પર્યાવરણને ટકાવી રાખવા માટે કઇ કઇ પ્રવૃત્તિઓ કરી શકાય તે બાબત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં હાજર સહભાગીઓને વૃક્ષોના રોપાનું વિતરણ કરી તેના જતન સાથે પર્યાવરણ બચાવવા માટે સહીયારા પ્રયત્નો કરવા હાંકલ કરવામાં આવી હતી.