કેશોદ આઈટીઆઈ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

0

કેશોદ વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ૫ જૂનના રોજ ઉજવવામાં આવે છે અને તે પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય સાધન છે. ૧૯૭૩માં સૌપ્રથમ વખત યોજાયેલી આ ઉજવણી દરિયાઈ પ્રદૂષણ, વસ્તી વધારો, ગ્લોબલ વોર્મિંગ, સાતત્યપૂર્ણ વિકાસ અને વન્યજીવન અપરાધ જેવા પર્યાવરણીય મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટેનું એક મંચ રહ્યું છે.વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર જનતા સુધી પહોંચવા માટેનું એક વૈશ્વિક મંચ છે, જેમાં દર વર્ષે ૧૪૩થી વધારે દેશો ભાગ લે છે. દર વર્ષે, આ કાર્યક્રમ દ્વારા વ્યાવસાયિક, બિન-સરકારી સંસ્થાઓ, સમુદાયો, સરકારો અને જાણીતી હસ્તીઓ માટે પર્યાવરણીય કારણોની હિમાયત કરવા માટે એક વિષય અને મંચ પ્રદાન કરવામાં આવે છે. પર્યાવરણ દિન નિમિતે સામાજિક વનીકરણ વિભાગ, ભારત વિકાસ પરિષદની ટીમ તથા આઈ.ટી.આઈ,ના સયુંકત ઉપક્રમે, કેશોદ આઈ ટી આઈ ખાતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું તેમજ તાલીમાર્થીઓને પર્યાવરણનું મહત્વ, જીવનમાં વૃક્ષનું મહત્વ તેમજ પ્લાસ્ટીકથી થતું નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી જેમાં ફોરેસ્ટ ખાતાના અધિકારી ગુલાબેન સુવાગીયા તેમજ તેમનો સ્ટાફ આઈટીઆઈના પ્રિન્સિપાલ વાળા તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના પર્યાવરણ સંયોજક ડો. સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાના પ્રમુખ આર.પી. સોલંકી, ડો. ભૂપેન્દ્રભાઈ જાેશી તેમજ પર્યાવરણ સંયોજક હિરેનભાઇ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ તાલીમાર્થીને એક એક વૃક્ષનો રોપ આપી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

error: Content is protected !!