ઓડદરના દરિયા કિનારેથી બિનવારસુ મારીઝુઆના હસીસ(ચરસ)નો જથ્થો શોધી કાઢતો એસઓજી પોલીસ પોરબંદર

0

મારીઝુઆના હસીસ(ચરસ)ના ૩ કિ. ૫૭૫ ગ્રામના બે પેકેટ કિંમત રૂા.૩,૮૬, ૨૫૦ના બિનવારસુ મળી આવતા હાર્બર મરીન પોસ્ટે નોંધાયો ગુન્હો

તાજેતરમાં ડ્રગ્સનો કેટલોક જથ્થો દ્વારકા જિલ્લાના દરિયા કિનારે મળી આવ્યા બાદ તકેદારીના ભાગ રૂપે પોરબંદર પોલીસ પણ પોરબંદરના દરિયા કિનારે સતત પેટ્રોલીંગમાં સજાગ હતી. ત્યારે આજે પોરબંદરના ઓડદરના દરિયા કિનારે દરિયાની પાણીની લહેર તે જગ્યાએ મારીઝુઆના હસીસ(ચરસ)ના ૩કિ.૫૭૫ ગ્રામ જથ્થાના બે પેકેટ કિંમત રૂા.૩,૮૬, ૨૫૦ના બિનવારસુ એસ.ઓ.જી. પોલીસને મળી આવતા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓએ પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જી. માથુકીયા તથા પી.ડી. જાદવ એસઓજીનાઓને સુચના આપેલ કે દેશના દુશ્મનો દ્વારા દેશને આંતરિક ખોખલો કરવાની મનેચ્છાઓનું ભારત દેશમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્નોને ભારતની સુરક્ષા એજન્સીઓની સતર્કતાના લીધે તેઓ તેમની મનેચ્છા પરીપૂર્ણ નહીં કરી શકતા હોવાને કારણે ડ્રગ્સના જથ્થાને દરિયામાં જ ફેંકી દેવો પડતો હોય છે અને જેના કારણે આ દરિયામાં ફેકેલ ડ્રગ્સનો જથ્થો દરિયાના પ્રવાહમાં તણાઈને કિનારે આવતો હોય છે જે પૈકીનો કેટલોક ડ્રગ્સનો જથ્થો દ્વારકા જિલ્લાના દરિયા કાંઠા વિસ્તારમાં મળી આવેલ હોય જે અનુસંધાને તકેદારીના ભાગરૂપે ઓડદર દરિયા કિનારા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ઓડદર ગામના દરિયા કિનારે દરિયાની પાણીની લહેર પૂરી થતી હોય તે જગ્યાએ કુલ-૨ મારીઝુઆના હસીસ(ચરસ)ના પેકેટો ફુલ વજન ૦૩ કિલો ૫૭૫ ગ્રામ કિંમત રૂપિયા ૩,૮૬,૨૧૦નો મારીઝુઆના હસીસનો જથ્થો મળી આવતા હાર્બર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરીમાં રોકાયેલ અધિકારી કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જી.માથુકીયા તથા પી.ડી. જાદવ, એ.એસ.આઇ મહેબુબખાન બેલીમ, રવિભાઈ ચાઉ, દીપકભાઈ ડાભી તથા પોલીસ હેડ કોસ્ટેબલ ભરતસિંહ ગોહિલ, હરદાસભાઇ ગરચર, ભીમભાઇ ઓડેદરા, પોલીસ કોસ્ટેબલ દિલીપભાઈ મોઢવાડિયા, સરમણભાઈ ખુંટી તથા ડ્રાઇવર પોલીસ હેડ કોસ્ટેબલ ચંદ્રસિંહ જાડેજા તથા એફએસએલ અધિકારી અંકિત નરિયા ઇન્વે વાન પોરબંદરનાઓ રોકાયેલ હતા. ઓડદરના કિનારે નીકળેલા ડ્રગ્સના જથ્થા મળી આવ્યા બાદ પોરબંદર પોલીસ દ્વારા જાહેર જનતા તથા પગદંડિયા માછીમાર ભાઈઓને અપીલ કરવામાં આવે છે કે દરિયા કિનારે આવા કોઈ પેકેટ કે અન્ય કોઈપણ બિનવારશું જે વસ્તુ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા પોલીસ કંટ્રોલ રૂમ નંબર ૦૨૮ ૬૨૨૪૦૯૨૨ ઉપર તથા પોસ્ટર સિક્યુરિટી ટોલ ફ્રી નંબર ૧૦૯૩ ઉપર જાણ કરવી.

error: Content is protected !!