રાણાવાવ : એકતા આર્કેટ સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ શકુનીઓને રાણાવાવ પોલીસે પકડી પાડયા

0

રોકડા રૂા.૨૫,૪૦૦ મોટરસાયકલ, મોબાઈલ ફોન સહિત રૂા.૧,૩૦, ૪૦૦ના મુદ્દામાલ સાથે રાણાવાવ પોલીસે પકડી પાડી તમામ સામે કાર્યવાહી કરી

પોરબંદરના રાણાવાવમાં એકતા આર્કેટ સોસાયટીમાં રહેણાંક ના મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપતી રોનપોલીસ નામનો હાર જીતનો જુગાર રમતા પાંચ સખ્શોને રૂા.૧,૩૦, ૪૦૦ના મુદ્દામાલ સાથે રાણાવાવ પોલીસે પકડી પાડેલ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેંજના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાઓ દ્વારા પોરબંદર જિલ્લામાંથી પ્રોહી બીશન તથા જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા ખાસ સુચના કરેલ. જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક રાણાવાવ સબ ડિવિઝન વિભાગના ધ્રુવલ.સી.સુતરીયા નાઓના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એન.એન. તળાવીયાનાઓ દ્વારા રાણાવાવ પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહી/ જુગારની પ્રવૃતિ કરતા ઇસમોને ત્યાં રેઈડો કરવા સુચના કરવામાં આવેલ જે સુચના અનુસંધાને રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.વી.મોરી તથા પોલીસ સટાફના માણસો રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગની ફરજ ઉપર હતા અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઈ તથા સરમણ દેવાયતભાઈ તથા જયમલ સામતભાઇનાઓને અગાઉથી સંયુક્ત ખાનગીરાહે બાતમી હક્કીક્ત મળેલ હોય. જે હકીકત આધારે રાણાવાવ એકતા આર્કેટ સોસાયટીમાં આરોપી લીલાભાઈ રણમલભાઈ કડછા(ઉ.વ.૬૦) એકતા માર્કેટ રાણાવાવ જી: પોરબંદરવાળાના રહેણાંક ના મકાનમાં તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમતા મકાન માલિક લીલાભાઈ રણમલભાઈ કડછા ઉ.વ.૬૦ રહે એકતા આર્કેટ રાણાવાવ જી. મોકરીયા(ઉ.વ.૫૩) રહે રાણાવાવ ભોરાસર વાડી વિસ્તાર જી. પોરબંદર તથા અંબાભાઈ ટપુભાઈ વાઘેલા ઉ.વ.૬૦ રહે, બિલેશ્વર ગામ તા. રાણાવાવ જી.પોરબંદર તથા લાલજીભાઈ વાલજીભાઈ લાખાણા(ઉ.વ.૫૩) રહે, રાણાવાવ ગ્રીન સીટી જી.પોરબંદર અને ભાણજીભાઈ ભીમજીભાઇ ભોગાયતા(ઉ.વ.૬૩) રહે, છાયા મહેર સમાજની બાજુમાં પોરબંદરવાળાઓને રોકડા રૂા.૨૫,૪૦૦ તથા મોટરસાયકલ-૪ કી.૮૦,૦૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૫ કી.૨૫,૦૦૦ મળી કુલ રૂા.૧,૩૦,૪૦૦નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે જુ. ધારા કલમ ૪,૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

error: Content is protected !!