રસ કઢાયેલ કેરીના ગોઠલાનો યે ઉપયોગ કરી રસદાર-ચટાકેદાર કઢી લોકો રસ-પુરી સાથે ખટમીઠ્ઠી રીતે મનભરીને આરોગે છે
કેરીની સિઝનમાં સ્વાદ રસીકોને કેરીના રસ સાથે કેરીમાંથી બનતો ફજેતો દાઢ રસીકોની પ્રિય વાનગી સોમનાથના ઘણા ઘરોમાં રહેતી હોય છે. કેરીનો ફજેતો એટલે કેરીનો રસ અને રસ કાઢેલ ગોઠલાને પાણીમાં ધોઈ તે પાણીનો ઉપયોગ કરી બનાવતી ખટમીઠ્ઠી સ્વાદિષ્ટ કઢી જેવી વાનગી એટલે કેરીનો ફજેતો. કેરીના રસનો થોડો ભાગ અને રસ કાઢેલ ગોઠલાને ધોઈ તેને ઉકાળી તે પાણીમાં હળદર, મીઠું, મરચા ભુકી, લીલા-સુકા મરચા, તમાલપત્ર, તજ, લવીંગ, છાશ, ધાણાજીરૂ, કોથમીર, ઘીનો રાઈ-મેથી લીમડાનો વઘાર આ બધું એટલું ખટમીઠ્ઠી, ચટાકેદાર, સ્વાદિષ્ટ બને કે ગરમાગરમ પુરી, ઠંડકવાળા રસ સાથે સંગતમાં ખવાય તો મજાે-મજાે થઈ જાય અને ગોઠલાનો સદઉપયોગ પણ થઈ જાય.