ગીર-સોમનાથ મેંગો માર્કેટીંગ યાર્ડમા કેરીની સિઝન પૂર્ણ

0

૪૪ દિવસ સિઝન ચાલી, સરેરાશ ભાવ રૂા.પ૬૦ રહ્યા અને ૧૦ કેજીના આ સિઝનમાં કુલ ૪,૪૯,૭પ૦ બોકસો વેંચાણ માટે આવ્ય : આઠમી જુન સિઝનનો છેલ્લો દિવસ હતો

દેશ-વિદેશના સ્વાદ રસીકોને દાઢે વળગેલ કેરસ કેરી ગીર તાલાલા માર્કેટીંગ મેંગો યાર્ડ સિઝન પૂર્ણ થઈ છે. જેમાં વર્ષ રપ-ર૬માંની આ સિઝનમાં ૪૪ દિવસ આ સિઝન ચાલી અને સરેરાશ ભાવ રૂપીયા પ૬૦ રહ્યો અને ૧૦ કેજીના આ સિઝનમાં કુલ ૪,૪૯૪૭પ૦ બોકસોની આવક વેંચાણ માટે આવ્યા હતા. તા.૮-૬-ર૦રપના રોજ યાર્ડમાં આવેલ ૧૦ કેજીના બોકસની વિગત સૌથી ઉંચા ભાવ રૂપીયા ૧૧પ૦ સરેરાશ ભાવ રૂા.૭૦૦ અને નીચા ભાવ રૂા.૩૦૦ રહ્યા હતા. વર્ષ ર૦ર૪-રપમાં પ,૯૦,૭૦૦ બોકસ અને ૪૧ કરોડ ૩૪ લાખ ૯૦ હજારનો વેપાર નોંધાયો હતો. ર૦ર૩-ર૪માં કુલ ૧૧ લાખ ૧૩ હજાર પ૪૦ બોકસ આવક અને ૧૦ કેજી બોકસ ભાવ સરેરાશ ૪રપ રૂપીયા જેથી ૪૭ કરોડ ૩ર લાખ પ૪ હાજર પ૦૦નો વેપાર નોંધાયો હતો.

error: Content is protected !!