જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, તારીખ ૮ને રવિવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી ઝાંઝરડા ચોકડી પાસે આવેલ જલારામ ભક્તિ ધામ ખાતે માત્ર જૂનાગઢ શહેરમાં રહેતા કેન્સરના કારણે પીડિત પરિવાર, ઘરમાં કોઈ કમાવવા વાળા ન હોય તેવા પરિવાર સહિત અતિ જરૂરિયાત મંદ બેતાલીસ જેટલા પરિવારજનોને અનાજ કરિયાણાની કિટનું વિતરણ કરવામાં આવેલ હતું. વિશેષમાં ગિરનારી ગ્રુપ દ્વારા પુસ્તક સેવા યજ્ઞ શરૂ કરવામાં આવેલ હતો. જેમનું સંચાલન સમીરભાઈ દવે, કિર્તીભાઈ પોપટ અને નરેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાની હેઠળ કરવામાં આવેલ હતું. જેમાં ૩૩૯ પરિવાર દ્વારા ગિરનારી ગ્રુપને પાઠ્ય પુસ્તકો આપવામાં આવ્યા હતા. તેમાંથી ૩૧૬ જેટલા જરૂરિયાતમંદ પરિવારજનોના બાળકોને નિશુલ્ક પાઠ્ય પુસ્તકો અર્પણ કરવામાં આવેલ હતાં. સાથે વિદ્યાર્થીઓને લખવા માટેના ૩૫૦૦ જેટલા ચોપડાઓ વિનામૂલ્યે આપવામાં આવેલા હતા. આ સત્કાર્યમાં ન્યુ લાઇફ કેર હોસ્પિટલના ડો. કે. પી. ગઢવી, જલારામ ભક્તિધામના ટ્રસ્ટી પી.બી. ઉનડકટ, જૂનાગઢ જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પેથોલોજી વિભાગના ડો. હાર્દિક મકવાણા ઉપસ્થિત રહી ગિરનારી ગ્રુપની કાર્ય સૂચિને બિરદાવી હતી. આ સાથે વિદ્યાર્થીઓ તથા વાલીગણોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને દીપાવ્યો હતો. આ બધી જ સેવા કાર્યમાં ગિરનારી ગ્રુપના સભ્યઓ દિનેશભાઈ રામાણી, મોહનભાઈ ચુડાસમા, સુધીરભાઈ રાજા, ચંદ્રકાંતભાઈ રાઈઠઠા, સુધીરભાઈ અઢિયા, મનીષભાઈ રાજા, નેહલભાઈ પોપટ, પ્રતિકભાઇ ચંદારાણા, બીપીનભાઈ ઠકરાર, જીગ્નેશભાઈ વ્યાસ, હરેશભાઈ કારીયા, ભાવિનભાઈ ઉનડકટ, સુરેશભાઈ વાઢીયા, સંદીપભાઈ ધોરડા, મનીષભાઈ રાજા, મનોજભાઈ વાઢીયા સહિતના લોકોએ પોતાની સેવાઓ આપેલ હતી તેમ યાદીના અંતે જણાવેલ હતું.