જૂનાગઢ હવેલી ગલીમાં આવેલ સંત શિરોમણી જલારામ બાપા- વીરબાઇમાં મંદિરના ૨૩માં પાટોત્સવ નિમિત્તે જલારામસેવા ટ્રસ્ટ દ્વારા આંબા મનોરથ અને અન્નકૂટના દર્શન તથા ૫૧દિવડાઓનીમહા આરતી કરવામાં આવી હતી.જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના માર્ગદર્શન હેઠળ પરેશભાઈ જમનાદાસભાઈ કારીયા અને ખુશાલભાઈ તન્ના પરીવાર દ્વારા મનોરથ કરવામાં આવ્યા હતા. સાંજે એકાવન દીવડાઓની મહાઆરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. મંદિર પરિસરમાં જય જલારામનો નાદ ગુંજી ઉઠ્યો હતો.