૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવવા SST અને FST ટુકડીઓની ચાંપતી નજર

0

સ્થાયી દેખરેખ ટીમ- SST વિધાનસભા હદ વિસ્તારના મુખ્ય પ્રવેશ દ્વાર પર તૈનાત : દારૂલાંચની વસ્તુઓરોકડ રકમશસ્ત્રોદારૂગોળાની હેરાફેરી અને અસામાજીક તત્વોની હિલચાલ પર દેખરેખ : રોકડ લેવડ દેવડદારૂનું વિતરણ સહિત   ગેરકાનૂની રીતે મતદારોને રિઝવવાના કૃત્યો અટકાવવા શિઘ્ર કાર્ય ટુકડીઓ –FST કાર્યરત : ૨૪*૭ કંટ્રોલ રૂમમાંથી મળેલી ફરીયાદોનો સમય મર્યાદામાં નિકાલ પણ કરે છે : કાર્યવાહીનું વીડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવે છે : ૩૬ કર્મચારીઓની બનેલી ૯ સ્ટેટિક સર્વેલેન્સ ટીમ અને ૪૫ કર્મીઓની ૯ ફ્લાઈંગ સ્કવોડ  ટીમ કાર્યરત

વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં ગેરકાનૂની રીતે મતદારોને પ્રભાવિત કરવા સહિતની પ્રવૃત્તિઓ અટકાવવા માટે ૯ સ્ટેટિક સર્વેલેન્સ ટીમ – SST અને એટલી જ ફ્લાઈંગ સ્કવોડ  ટીમ – FST ટીમ કાર્યરત છે. ૩૬ કર્મચારીઓની બનેલી ૯ સ્ટેટિક સર્વેલેન્સ ટીમ અને ૪૫ કર્મીઓની ૯ ફ્લાઈંગ સ્કવોડ  ટીમ દ્રારા ૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવવા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.  વિધાનસભા હદ વિસ્તારના મુખ્ય પ્રવેશ દ્વાર પર તૈનાત SST એટલે  સ્થાયી દેખરેખ ટીમ  ભેંસાણના નવી ધારી ગુંદાળીવિસાવદરના વેકરીયા અને જૂનાગઢના બિલખા ખાતે  કાર્યરત છે. આ ટીમ  સંવેદનશીલ વિસ્તાર કે કસ્બાઓની આસપાસ આ ટુકડીઓ પાસે કામગીરી કરે છે. મતદાન વિસ્તારમાં ગેરકાનુની રીતે દારૂલાંચની વસ્તુઓમાતબર રોક્ડ રકમશસ્ત્રો અને દારૂગોળાની હેરાફેરી તેમજ અસામાજીક તત્વોની હિલચાલ પર ચાંપતી નજર રાખી રહી છે. ઉપરાંત મુખ્ય માર્ગો પર પસાર થતા વાહનોની ચકાસણી કરવામાં આવે છે તેમજ આ તમામ પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવે છે. FST એટલે કે શિઘ્ર કાર્ય ટુકડીઓ ભેસાણ મામલતદાર કચેરી,વિસાવદર પ્રાંત કચેરીઅને જૂનાગઢ ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતેથી મતદારોને રિઝવવા માટે ગેરકાનુની રોકડ લેવડ દેવડ અથવા દારૂનું વિતરણ અથવા અન્ય કોઇ પણ ચીજવસ્તુનો ઉપયોગ થઇ રહ્યો હોવાની શંકા જાય અથવા મતદારોને લાંચ આપવાનો કોઇ પ્રયાસ થઇ રહ્યો હોય તો તેને પકડવા માટે આ ટુકડી કામગીરી કરી રહી છે. ઉપરાંત ૨૪*૭ કંટ્રોલ રૂમમાંથી મળેલી ફરીયાદોનો સમય મર્યાદામાં નિકાલ કરવો અને કરેલી કાર્યવાહીનું રેકોર્ડિંગ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં ચૂંટણી તંત્ર નિષ્પક્ષન્યાયી અને પારદર્શક રીતે  કામગીરી કરી રહ્યું છે.

error: Content is protected !!