“નોલેજ ઇઝ પાવર “એ ઉક્તિ ને સાર્થક કરવા” કવીઝ કન્પીટેશન” આજના આધુનિક યુગમાં જરૂરી : વિરમભાઈ ગોઢાણીયા, શહેરની વિવિધ શાળાના ૫૧ વિદ્યાર્થીઓ ઉત્સાહ ભેર જાેડાયા
શિક્ષણ કાર્યને રસ પ્રદ બનાવવા અને વિદ્યાર્થીઓમા રહેલી પ્રતિભાને બહાર લાવવાના ઉમદા હેતુસર ગોઢાણીયાઈંગ્લીસ મીડીયમ બી.કોમ. કોલેજ દ્વારા તાજેતરમાં પોરબંદર બંદર શહેરના ધોરણ ૧૧-૧૨છાંત્રોનો ઓનલાઇન જ્ઞાન વર્ધક કવીઝ “કોમર્સ કવેસ્ટ “ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગોઢાણીયા સંકુલ સહીત શહેર ની વિવિધ શાળાના ૫૧ વિદ્યાર્થીઓ ઉત્સાહ ભેર જાેડાયા હતા. નારી શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૩૭ વર્ષથી શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર ઘડતરમાં જિલ્લામાં અનોખું સ્થાન ધરાવતી પોરબંદરની શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રષ્ટ સાંચાલિત ડો. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજના ઈંગ્લીશ મીડીયમ બીકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં ડો. ગોઢાણીયા મહિલા કોલેજના અત્યાધુનિક ઓડી ટોરિયમ ખાતે ઈંગ્લીસ મીડીયમ કોમર્સ કોલેજના ડાયરેક્ટર ડો. કલ્પનાબેન જાેશીના માર્ગદર્શન હેઠળ ઓનલાઇન કવીઝ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. ટ્રસ્ટની ઓફિસ ખાતે ટ્રષ્ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો. વિરમભાઈ ગોઢાણીયાની ઉપસ્થિમાં ઓનલાઇન કવીઝમાં પ્રથમ નંબર મેળવનાર રાધિકા સીંગ અને જેનીલ રાજાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. કેતનભાઈ શાહ, શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા ગલ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્વેતાબેન રાવલ, ઈંગ્લીસ મીડીયમ સ્કૂલના પ્રિન્સિપાલ ભાવનાબેન અટારા યોગા કોલેજ ના કોરડીનેટર જીવાભાઈ ખૂંટી, ટ્રષ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ટ્રષ્ટિ અને દાતા જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયાએ આજીવન કેળવણીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આજીવન કેળવણી એ સાપ્રત યુગની અનિવાર્યતા છે. જીવનભર શીખતાં રહેવું જાેઈએ અને શીખેલું અન્યને આપવું જાેઈએ જીવનમાં પૈસા પરિયાપ્ત નથી વિદ્યાર્થીઓએ પોતાની જાતને સ્વં ર્નિભર બનાવીવી જાેઈએ કોમર્ષ વિષયને અન્ય વર્તમાન પ્રવાહો સાથે અનુબંધ બાંધી અધ્યતન જ્ઞાનથી અવગત થવું એ આજના યુગની તાતી માંગ છે તેમણે છાત્રોની પ્રતિભાને બિરદાવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો. વિરમભાઈ ગોઢાણીયાએ કવીઝ કાર્યક્રમના વિદ્યાર્થીઓને બિરદાવતાજણાવ્યું હતું કે, ૨૧મી સદીનું સૂત્ર છે નોલેઝ ઇઝ એ પાવર આ ઉક્તિને સાર્થક કરવા કવીઝ કામ્પિટેશનને અનિવાર્ય છે. પ્રતિભા શાળી બાળકોએ રાષ્ર્ટ્રની અમૂલ્ય સંપતિ છે પ્રતિભાવન્ત બાળકોમાં “ક્યુરોસીટી”(જિજ્ઞાસાવૃત્તિ) અને ‘‘ક્રિયે ટીવીટી”(સર્જનશીલ) હોઈ છે તેમને યોગ્ય દિશા આપવામાં આવેતો આ બાળકો વિશ્વના બાળકો સાથે હરીફાઈ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આ પ્રસંગે પોરબંદરની ડો. વી. આર. ગોઢાણીયા બી. એડ કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરભાઈ ભરડાએ જણાવ્યું હતું કે, આ કવીઝ કાર્યક્રમદ્વારા વિદ્યાર્થીઓમાં પડેલી ક્ષમતાઓને માર્ગદર્શન સાથે પ્લેટફોર્મ આપવાથી પોતાનો વિષયનું પ્રેક્ટિકલ જ્ઞાન થકી બહારની દુનિયા સાથે કદમ માંડી શકશે. આ તકે છાત્રોની પ્રતિભા ખિલાવવાન આવા કાર્યક્રમો આવકારી ટ્રષ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડીયા, ટ્રસ્ટી ભરતભાઈ ઓડેદરા, શાન્તાબેન ઓડેદરા, ભરતભાઈ વિસાણાએ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.