રેડક્રોસ સોસાયટી તાલુકા બ્રાન્ચ અને એરપોર્ટ ઓથોરિટી પોરબંદરના સયુંકત ઉપક્રમે વિકલાંગ મુસાફરોને સહાયતા અર્થે વર્કશોપ યોજાયો

0

એરપોર્ટ સ્ટાફ ખાતે વિકલાંગ મુસાફરોને સહાયતા માટે વિશેષ વર્કશોપનું આયોજન

રેડક્રોસ સોસાયટી (તાલુકા બ્રાન્ચ) અને એરપોર્ટ ઓથોરીટી પોરબંદરના સંયુકત ઉપક્રમે પોરબંદર એરપોર્ટ ખાતે આજે એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ વિકલાંગ મુસાફરોને માનવીય અભિગમ સાથે સરળતા અને યોગ્ય સહાયતા આપવામાં આવી શકે તે હેતુથી કર્મચારીઓને તાલીમ આપવાનો હતો. આ વર્કશોપમાં એરપોર્ટ ઓથોરીટી, સ્પાઈસજેટ અને ઝ્રૈંજીહ્લના અંદાજે ૫૦ જેટલા કર્મચારીઓએ ભાગ લીધો હતો. તેમને થીયરી તથા પ્રેક્ટિકલ માધ્યમથી વિશિષ્ટ જરૂરિયાત વાળા મુસાફરોને મદદરૂપ થવા માટેની માર્ગદર્શિકા અને કુશળતા બાબતે તાલીમ આપવામાં આવી. આ સફળ કાર્યક્રમમાં રેડક્રોસ સોસાયટી (તાલુકા)ના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા, એરપોર્ટ ડાયરેક્ટર અરવિંદજી અગ્રવાલ તથા ઝ્રૈંજીહ્લના કમાન્ડર રાજેશ ભાઈ ભારદ્વાજ ઉપસ્થિત રહ્યા અને વર્કશોપની ઉપયોગિતા અંગે ધ્યાનાર્થ કરી માર્ગદર્શન આપ્યું હતું. આ આયોજનને સુવ્યવસ્થિત બનાવવામાં ડો. રાજેશભાઈ કોટેચા દ્વારા મહત્વની સેવા આપવામાં આવી હતી. સાથે સાથે રેડક્રોસના સેક્રેટરી પીયુષ મજીઠિયા તથા ગ્રીન પોરબંદરના કોઓર્ડિનેટર ધર્મેશભાઈ પરમારએ પણ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

error: Content is protected !!