૪૫મી સાધારણ સભામાં બેંક RBIની ફાયનાસિયલ વેલ મેનેજમેન્ટ બેંકમાં એલિજેબલ બની હોવાની જાહેરાત કરાઈ
વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેંકની ૪૫મી વાર્ષિક સાધારણ સભા પાલિકાના કોમ્યુનિટી હોલમાં યોજાઈ હતી. જેમાં બેંકના ચેરમેન નવીનભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં બોર્ડ ડિરેક્ટર્સ અને સભાસદોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ તકે બેંકની કામગીરી અંગે માહિતી આપતા ચેરમેન નવીનભાઈ શાહ, જીએમ અતુલ શાહએ જણાવેલ કે, વર્ષ ૨૦૨૫ જયારે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવાઈ રહેલ છે. ભારત સરકાર દ્વારા સહકારી પ્રવૃત્તિનો વિસ્તાર કરી છેવાડાના લોકોને આર્થિક વિકાસને સાકાર કરવાના પ્રયાસો થઈ રહેલ છે ત્યારે આપણી બેંકએ તેના કુલ ધિરાણના ૭૪ % ધિરાણો પ્રાયોરીટી સેકટર હેઠળ વગીકૃત થતા ધંધા ઉદ્યોગોને અને તે પૈકી ૫૫ % ધિરાણો નાના લોકોને અને ૧૨.૩૦ % ધિરાણો વીકર સેકશન સોસાયટીના લોકોને પૂરા પાડી તેઓને જીવનમાં સકારાત્મક આર્થિક પરિવર્તન લાવેલ છે. અહેવાલના વર્ષમાં બેંકએ યશસ્વી કામગીરી કરતા વર્ષાંતે બેન્કે રૂ.૮૭૩.૩૩ કરોડની ડીપોઝીટ, રૂા.૫૨૮.૦૧ કરોડના ધીરાણ તેમજ રૂા.૧૪૦૧.૩૪ કરોડના કુલ બીઝનેસ સાથે ઈન્કમટેક્ષ તથા જરૂરી તમામ જાેગવાઈઓ કર્યાબાદ રૂા.૮.૧૧ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. બેન્કના રીઝર્વ રૂા.૯૬.૦૭ કરોડને આંબ્યા છે. જેથી બેંક ૧૪ % ડીવીડન્ડ ચૂકવશે તેવી જાહેરાત કરેલ જેને સર્વે સભાસદોએ આવકારી હતી. બેંક હાલમાં ચાર જિલ્લામાં ૧૩ શાખા ધરાવે છે. આરબીઆઈએ તાલાલા અને માંગરોળમાં નવી શાખાઓ ખોલવાની મંજૂરી આપી છે. બેંક ૨૬,૦૦૦ સભાસદ, એક લાખ ડિપોઝિટર્સ અને ૧૦ લાખ ધિરાણકર્તાઓની સેવા કરે છે. આ સભામાં સભાસદો દ્વારા સાધારણ સભામાં રજુ થયેલ દરેક ઠરાવો સર્વાનુમતે મંજુર કર્યા હતા. બેંક દ્વારા વર્ષ ૨૪/૨૫ દરમ્યાન વેરાવળના સ્કૂલ ફર્સ્ટ આવેલા ધો.૧૦ અને ૧૨ ના ૨૮ શાળાઓના ૫૮ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.