૩૫૦૦થી વધુ જાનૈયા સાથે ઐતિહાસિક જાન નીકળી : સમુહ લગ્નોત્સવમાં હિન્દૂ મુસ્લિમ સમુદાય સહિત, રાજકીય નેતાઓ રહ્યા ઉપસ્થિત : નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા
વેરાવળના કેસીસી ગ્રાઉન્ડ ખાતે સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ દ્વારા આયોજિત ૧૩મો સમૂહલગ્નોત્સવ ઉલ્લાસભેર સંપન્ન થયો. શાસ્ત્રોક્ત વિધિ સાથે ૨૨ યુગલોએ લગ્નગ્રંથિથી જોડાયા. વેરાવળના ઇતિહાસમાં પ્રથમવાર ૩૫૦૦થી વધુ જાનૈયાઓ સાથે વિશાળ વરઘોડો નીકળ્યો. સમુદ્રમાં માછીમારી કરી પરિવારનું ગુજરાન ચલાવતા સાગરખેડુ ખારવા સમાજમાં દર વર્ષે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. સાગરપુત્ર ફાઉન્ડેશન છેલ્લા ૧૩ વર્ષથી આ સામાજિક કાર્ય કરી રહ્યું છે. સમાજના પટેલ દામજીભાઈ ફોફંડી અને અધ્યક્ષ લખમભાઈ ભેંસલા સહિત આગેવાનો ની રાહબરી હેઠળ યુવાનોની ટીમે આયોજન કર્યું. ખારવા સમાજના યુવા અગ્રણી અને સી ફૂડ એકરપોર્ટ એસો. ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ જગદીશ ફોફંડી એ આ તકે આ ઉમદા આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સમાજમાં ખોટા કુરિવાજોને દૂર કરી સામાજીક સમરસતાના ઉદ્દેશ સાથે તેમજ ગરીબ પરિવારો પણ સ્વમાનભેર તેમના દીકરા-દીકરીના લગ્નોત્સવ ઉજવી શકે તે માટે આ આયોજન હાથ ધરવામાં આવે છે. આ સમુહ લગ્નોત્સવ માં દરેક પરિવાર જોડાઈ છે વેરાવળ શહેર ના ઇતિહાસ માં પ્રથમ વાર એવું બન્યું હશે કે લગ્ન પ્રસંગના વરઘોડામાં ૩૫૦૦ થી વધુ જનૈયા ઓ ઉલ્લાસભેર જોડાયા હતા. સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના સમૂહ લગ્નોત્સવના ભવ્ય આયોજનમાં મુસ્લિમ સમાજના પ્રમુખ અફઝલ પંજા, નગરપાલિકા વિપક્ષ નેતા ગુલામખાન, રફીક મૌલાના, જિલ્લા ભાજપ ના પૂર્વ અધ્યક્ષ માનસિંગ પરમાર, શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણીયા, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ જયદેવ જાની સહિત હિન્દૂ-મુસ્લિમ દરેક સમુદાયના સામાજીક રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.