રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાનો વિસાવદર પેટા ચૂંટણીમાં ઝંઝાવતી પ્રચાર

0

વિસાવદર પેટાચૂંટણી : રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા ચૂંટણી પ્રચારમાં ઝંપલાવતા પ્રચંડ જનસમર્થન

વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત કરવા માટે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાનું અભૂતપૂર્વ પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. ગામડે ગામડેથી મળી રહેલો જનસમર્થન દર્શાવે છે કે વિસાવદરની જનતા ભાજપના સુશાસન અને વિકાસની રાજનીતિને હૃદયપૂર્વક આવકારી રહી છે. ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોળીયા સહિત જિલ્લા ભાજપની સંપૂર્ણ ટીમ દિવસ-રાત એક કરીને ભાજપના ઉમેદવારને ભવ્ય વિજય અપાવવા પ્રતિબદ્ધ છે. ઢોલરીયાએ આ ચૂંટણી માટે વ્યૂહાત્મક માઇક્રો પ્લાનિંગ કર્યું છે, જેમાં દરેક બૂથ અને દરેક મતદાર સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ભાજપના કાર્યકરો અને વિવિધ મોરચાના સભ્યો, જેમાં યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો સહિતના કાર્યકરો ખભે ખભા મિલાવીને કાર્ય કરી રહ્યા છે. તેઓ ઘરે ઘરે જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી જનકલ્યાણકારી યોજનાઓ અને રાજ્ય સરકારના વિકાસ કાર્યોની વિગતવાર માહિતી પૂરી પાડી રહ્યા છે, જેનો વ્યાપક સ્વીકાર થઈ રહ્યો છે. આ પ્રચાર અભિયાનમાં ભાજપના કાર્યકરો દ્વારા મતદારોને મળતી યોજનાઓ જેવી કે મફત અનાજ, આયુષ્માન કાર્ડ, ખેડૂતોને સહાય અને ઘર આંગણે મળતી સરકારી સેવાઓ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ભાજપની નીતિઓ અને કાર્યોએ ગુજરાતને વિકાસના પંથે અગ્રેસર કર્યું છે અને વિસાવદરની પ્રજા પણ આ વિકાસયાત્રામાં જાેડાઈને ભાજપને જંગી બહુમતીથી જીતાડવા ઉત્સુક છે. અમને વિશ્વાસ છે કે વિસાવદરની જનતા ભાજપને વિજયી બનાવીને વિકાસ અને વિશ્વાસના પ્રતીક ભાજપને વધુ મજબૂત બનાવશે. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ રાજેશભાઈ ગોંડલીયા અને સહ-ઇન્ચાર્જ પ્રકાશભાઈ સોલંકીની યાદીમાં જણાવે છે.

error: Content is protected !!