કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત વિદ્યાર્થી સન્માન નવનિયુક્ત કર્મચારીઓનું સ્વાગત અને નિવૃત્ત કર્મચારીઓનું સન્માન સાથે વિશિષ્ટ વ્યક્તિઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખ માલતીબેન ભનુભાઈ ઓડેદરા, કેશોદ નગરપાલિકાના કારોબારી ચેરમેન ઉમેદભાઈ કોટક, કેશોદના અગ્રણી રામભાઈ કેશવાલા, ભારત વિકાસ પરીષદના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, પ્રમુખ આર.પી. સોલંકી, સમસ્ત બ્રહ્મસમાજના હોદેદારો એચ.જી. ત્રિવેદી, પી.ડી. જાેષી, વિનુભાઈ પંડ્યા અને પ્રમોદભાઈ પંડ્યાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત સરસ્વતી સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને ભૂદેવોનું શાબ્દિક સ્વાગત પ્રવચન પ્રમુખ રાજુભાઈ પંડ્યાએ કરી હોદેદારો દ્વારા મંચસ્થ મહાનુભાવોનું ખેસ પહેરાવી પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતું. કેશોદ શહેરમાં વસતાં સમસ્ત બ્રહ્મસમાજના કેજીથી ઉચ્ચ શિક્ષણમાં ઉર્તિણ તમામ વિદ્યાર્થીઓનું પ્રોત્સાહિત ઈનામો મંચસ્થ મહાનુભાવો અને હોદેદારોના હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. કેશોદ ખાતે સરકારી અર્ધસરકારી કચેરીઓમાં સમસ્ત બ્રહ્મસમાજના નવનિયુક્ત કર્મચારીઓ અધિકારીઓનું હારતોરા કરી ખેસ પહેરાવી શ્રીમદ્ ભગવત ગીતા આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને વયમર્યાદાના કારણે નિવૃત થતાં કર્મચારીઓને સન્માન પત્ર શ્રીફળ પડો આપી શાલ ઓઢાડી ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ સમસ્ત બ્રહ્મસમાજના નવનિયુક્ત પ્રમુખ રાજુભાઈ પંડ્યા પેટા જ્ઞાતિના નવનિયુક્ત પ્રમુખો ઔદીચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજના પ્રમુખ વિજયભાઈ એન. મહેતા, જગદીશ અબોટી, બ્રહ્મસમાજના પ્રમુખ પ્રફુલ્લભાઈ એમ પંડ્યા ઔદીચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજના પ્રમુખ કૃષાતભાઈ વી. પંડ્યાનું સન્માન કરવામાં આવ્યું હતું અને કેન્દ્ર સરકાર દ્વારા શીલ આઈટીઆઈના આચાર્ય અને સમસ્ત બ્રહ્મસમાજના મંત્રી જીતુભાઈ ધોળકિયાને શ્રેષ્ઠતા માટે એવોર્ડ એનાયત કરવામાં આવતાં વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ શહેરમાં વસતા સમસ્ત બ્રહ્મસમાજના ભૂદેવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં આભારવિધિ મેહુલભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેતનભાઈ પુરોહિતે કર્યું હતું. સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત સરસ્વતી સન્માન કાર્યક્રમને સફળ બનાવવા હોદેદારો યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.