બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એ.બી. ગોહીલનાઓની રાહબરી હેઠળ સ્ટાફના માણસો આવા આરોપીઓ ગુન્હાના કામે પકડી પાડવા સારૂ સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ હોય અને જૂનાગઢ બી પોલીસ સ્ટેશન ગુ.ર.ન-૧૧૨૦૩૦૨૪૨૫૦૪૪૬/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨)ના કામે ફરીયાદીની મો.સા.ની ચોરી થયેલ અંગે અનડીટેક્ટ ગુન્હો દાખલ થયેલ હોય જે ગુનાના કામે બી ડીવીજન પોલિસ સ્ટેશનના ગુના નિવારણ શાખાના સ્ટાફ સ્થાનીક સી.સી.ટી.વી. કેમેરાઓ તથા નેત્રમ શાખાના સી.સી.ટી.વી. ફુટેજ આધારે તપાસમાં હતા દરમ્યાન હકીકત તથા નેત્રમ શાખા તરફથી મળેલ માહીતી આધારે સદર ચોરીમાં ગયેલ મો.સા. સાથે બે ઇસમો જેમા એક ઇસમ સગીર વય નો હોય જેઓ બન્નેને જયશ્રી ટોકીઝ પાસેથી ચોરી કરેલ મો.સા. સાથે પકડી અનડીટેક ગુન્હો ડીટેકટ કરવામાં આવેલ છે. આરોપી ગોપાલ રમેશભાઇ સોલંકી, દે.પુ. ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે. વેરાવળ ગુડલક હોટલની સામે સોમનાથ ચોકડી સહિત બે સામે કાર્યવાહી કરાઇ છે. જયારે અજય નાથાભાઇ સોલંકી રહે.લાડુળી ગામ તા.માળીયા હાટીના ફરાર થઇ ગયેલ છે. હિરો કંપનીની મો.સા. રજી. નં.જી.જે.-૧૧-સી.જે.-૬૪૮૯ કિ.રૂા.૪૫,૦૦૦/- કબ્જે કરેલ છે. આ કામગીરી જૂનાગઢ બી ડીવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એ.બી. ગોહીલની સૂચના મુજબ પો.સબ.ઇન્સ એસ.એ.સાંગાણી તથા નેત્રમ શાખાના પો.સબ.ઇન્સ પી.એચ. મશરૂ તથા પો.હે.કો. પરેશભાઇ હુણ તથા કૈલાશભાઇ જાેગીયા તથા રવિન્દ્રભાઇ વાંક તથા જાદવભાઇ સુવા તથા જેઠાભાઇ કોડીયાતર તથા કરશનભાઇ ભારાઇ તથા મુકેશભાઈ મગનભાઇ મકવાણા તથા પ્રવીણભાઇ બાબરીયા તથા ભુપતભાઇ ધુળા તથા નેત્રમ શાખાના દક્ષાબેન પરમાર તથા પ્રજ્ઞાબેન જાેરાનાઓએ મળીને કરેલ છે.