ખંભાળિયામાં જાયન્ટ્સ ગ્રુપની મુલાકાતે વેલફેર ફાઉન્ડેશનની ટીમ

0

જાયન્ટ્સ ગ્રુપ ઓફ ખંભાળિયાની શુભેચ્છા મુલાકાત તાજેતરમાં જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના પ્રમુખ મુકેશભાઈ પાઠક, સેક્રેટરી જયેશભાઈ ગોપીયાણી, યુવા ભાગવતાચાર્ય શાસ્ત્રીજી વિરલભાઈ નાકર યુનિટ ઓફિસરે લીધી હતી. આ તકે ખંભાળિયા ગ્રુપના સિનિયર ઓફિસર તથા ફેડ. ઓફિસર સંદિપભાઈ ખેતિયા, ગ્રુપ પ્રમુખ હેલીબેન સંદિપભાઈ ખેતિયા તથા ગ્રુપના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને મુકેશભાઈ પાઠકને દ્વારકાધીશના ઉપરણાથી સન્માનિત કર્યા હતા. જેમાં પૂર્વ પ્રમુખ ઈલાબેન, ફાતીમાબેન વિગેરે સાથે જાયન્ટ્સના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વર્તમાન સમયમાં ઉપયોગી કયા કયા પ્રોજેક્ટ કરી શકાય તથા આગામી ફેડ.ની ઇવેન્ટમાં ગ્રુપનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તથા જાયન્ટ્સ ગ્રુપનો દેવભૂમિ દ્વારકામાં વિકાસ વિસ્તાર વધારવા વિગેરે મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી.

error: Content is protected !!