હાલ ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી ચાલી રહી છે. જેમાં રાજકોટ જીલ્લાની ૭૨-જસદણ વિધાનસભામાં જસદણ તાલુકામાં ૩૦ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કડુકા ગ્રામ પંચાયત સમરસ બનતા ગામમાં હર્ષની લાગણી ફેલાઈ છે. આ ગ્રામ પંચાયતને સમરસ બનાવવામાં ગામના મુખ્ય આગેવાનો રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી હરેશભાઈ હેરભાની કુશળ રાજનીતિ અને સુજબુઝ સાથે વલ્લભભાઈ બેરાણી, ગેલાભાઇ ભરવાડ, ભગાભાઈ ડાંગર, કરશનભાઈ અણીયાલીયા, વિનુભાઈ માંડાણી, પ્રભુભાઈ બેરાણી, જીણાભાઈ પરમાર, ધનાભાઇ ભરવાડ, પીતાંબરભાઈ બેરાણી, રાયધનભાઈ માંડાણી, નાનજીભાઈ ઝાપડિયા, કેશુભાઈ ગોહિલ, વલ્લભભાઈ માંડાણી, ભરતભાઈ ગોસાઈ, રામભાઈ રાઠોડના તેમજ ગામ આગેવાનોના સહિયારા પ્રયાસોને કારણે કડુકા ગ્રામ પંચાયત સરપંચ તરીકે રવિભાઈ માંડાણી તેમજ ૧૦ ગ્રામ પંચાયતના સમરસ સભ્યની ગ્રામ પંચાયત બનાવવામાં આવતા જીલ્લાભરમાંથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાજર્શ્રી રાજેશભાઈ ગોંડલીયા અને સહ-ઇન્ચાર્જ પ્રકાશભાઈ સોલંકીની યાદીમાં જણાવે છે.