જૂનાગઢ માટે, ગુજરાત માટે અને આખા ભારત માટે… આ એક ઐતિહાસિક ક્ષણ છે ! જેમનો જન્મ અને ઉછેર જૂનાગઢમાં જ થયેલ છે, જીમ્ૈં જૂનાગઢ મેઈન બ્રાન્ચમાં ચીફ મેનેજર તરીકે જેઓ ફરજ બજાવી ચુક્યા છે તેવા ડો. જિતેન્દ્ર પટવારી આજે આખા વિશ્વમાં ભારતના પ્રાચીન અમૂલ્ય જ્ઞાનના વારસાને ફેલાવી રહ્યા છે. તેઓ પ્રખ્યાત લેખક, વૈશ્વિક વક્તા, લાઈફ કોચ, કાઉન્સેલર, હિપ્રોથેરાપીસ્ટ વગેરે અનેક રીતે પ્રસિદ્ધિ મેળવી ચુક્યા છે. ૬૪ વર્ષની ઉંમરે, ડો. પટવારીએ ‘ચક્ર હીલિંગ’ જેવા અગમ્ય વિષય પર વિશ્વની પ્રથમ પીએચડી પ્રાપ્ત કરી, જીવનને એક નવી ઊંચાઈ આપી છે. ચક્ર હીલિંગને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વૈશ્વિક માન્યતા અપાવતી આ અનોખી સિદ્ધિ છે. આ પીએચડી તેમને તેમની કૃતિ ‘ચક્રસંહિતા’ આધારિત મૂલ્યવાન મહાનિબંધ માટે આપવામાં આવી છે. ‘ચક્રસંહિતા’ માત્ર પુસ્તકી જ્ઞાન નહીં, પણ શારીરિક આરોગ્ય, માનસિક ભાવનાઓ અને આધ્યાત્મિક ઊંચાઈ-આ ત્રણે પરિપ્રેક્ષ્યમાં અતિ ઉપયોગી અનોખું પુસ્તક છે. હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં ઉપલબ્ધ આ ગ્રંથ ટૂંક સમયમાં અંગ્રેજીમાં પણ પ્રકાશિત થશે. ‘ચક્રસંહિતા’ એ ચક્ર હીલિંગ પર ભારતીય ભાષામાં પ્રથમ અને એકમાત્ર સમગ્ર દસ્તાવેજરૂપ માર્ગદર્શિકા છે, જે ડો. પટવારીના ૨૫ વર્ષથી વધુના અનુભવ અને સંશોધનથી પ્રેરિત છે. આ ડોક્ટરેટ યુનાઇટેડ નેશન્સ સાથે જાેડાયેલી ઝોરાસ્ત્રિઅન કોલેજના માધ્યમથી વિશ્વવિખ્યાત રશિયન યુનિવર્સિટી દ્વારા એનાયત કરવામાં આવી. મેડિસિના અલ્ટરનેટિવા ની ૩૯મી વર્લ્ડ કોંગ્રેસ દરમ્યાન મુંબઈના રશિયન હાઉસ ખાતે યોજાયેલ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં, રશિયા, ઈરાન, બેલારુસના કોન્સ્યુલ જનરલો અને અન્ય અનેક રાજદ્વારીઓની ઉપસ્થિતિમાં આ કોન્વોકેશન સંપન્ન થયું . ‘ચક્રસંહિતા‘ જૂનાગઢમાં નામાંકિત ડો. પૂજા ટાંક (ડર્મેટોલોજિસ્ટ, ઝાંઝરડા રોડ)ના ક્લિનિક પર ઉપલબ્ધ છે. ડો. પટવારીનો સંપર્ક દ્ઘૈંॅટ્ઠંુટ્ઠિૈજ્રિીઙ્ઘૈકકદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ટ્ઠંરદૃટ્ઠ મો.નં. ૯૧ ૭૯૮૪૫ ૮૧૬૧૪ ઉપર થઈ શકે છે. આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી એ જૂનાગઢ, ગુજરાત અને ભારતના ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસાનું વૈશ્વિક સ્તરે ગૌરવગાન છે.