પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને મિક્સ ફુલોનો શણગાર એવં ડ્રેગનફ્રુટનો અન્નકૂટ ધરાવાયો અને સાંજે દાદાનું ષોડશોપચાર પૂજન

0

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ ૧૧-૦૬-૨૦૨૫ને બુધવારના રોજ સાળંગપુરમાં દાદાને વિશેષ ફુલોનો શણગાર ધરાવવામાં આવ્યો છે. એવં ડ્રેગનફ્રુટનો અન્નકૂટ ધરાવાયો હતો.આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ફુલની ડીઝાઈનવાળા વાઘા પહેરાવ્યા છે. દાદાને ડાયમંડ જડીત મયૂરાકારનો ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો છે અને આ સાથે સિંહાસને મિક્સ ફુલોનો દિવ્ય શણગાર ધરાવાયો હતો. આજે સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી અને સવારે ૭ કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આજે અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. આજે મંદિર પરિસરમાં યજ્ઞશાળામા મારુતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે ૦૫:૦૦ કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી ૭:૦૦ કલાકે પૂજારી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ પૂજન-આરતીના દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

error: Content is protected !!