દ્વારકામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા: એક ફરાર

0
દ્વારકા નજીક આવેલા વરવાળા ગામેથી પોલીસે નરસંગ ટેકરી વિસ્તારના રહીશ કરણ ઉર્ફે કનુ ટપુભા સુમણીયા (ઉ.વ. 24) અને મોડભા ઉર્ફે મુરુભા મેરૂભા માણેક (ઉ.વ. 21) નામના બે શખ્સોને રૂપિયા 46,800 ની કિંમતની વિદેશી દારૂની 36 બાટલી તેમજ રૂપિયા 20,000 ની કિંમતના મોટરસાયકલ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 71, 800 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં સુનિલભા મેરૂભા માણેક નામનો શખ્સ ફરાર જાહેર થયો છે. આ સમગ્ર કાર્યવાહી દ્વારકા વિભાગના ડીવાયએસપી સાગર રાઠોડની સુચના મુજબ પી.આઈ. એ.એલ. બારસીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.એ. વાળા અને તેમની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન કરવામાં આવી હતી.
error: Content is protected !!