ધોરણ ૧૦ અને ધોરણ૧૨ કોમર્સની વિદ્યાર્થીનીઓએ હાંસલ કર્યું સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન
અદાણી પબ્લિક સ્કૂલ, મુન્દ્રાએ એક વાર ફરી ઝ્રમ્જીઈ ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાઓમાં ૧૦૦% પરિણામ મેળવીને શૈક્ષણિક શ્રેષ્ઠતાનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બંનેના તમામ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થયા છે, જે શાળાને કચ્છ જિલ્લાની અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થાઓમાની એક બનાવે છે. ધોરણ ૧૨ના પરિણામમાં કોમર્સ અને સાયન્સ બંને પ્રવાહના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ધોરણ ૧૨ ના કોમર્સ પ્રવાહમાં નિધિ ગણાત્રા એ ૫૦૦ માંથી ૪૮૬ (૯૭.૨%) માર્ક્સ મેળવી સમગ્ર મુન્દ્રા તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે ધોરણ ૧૦ ની વિદ્યાર્થીની નિત્યા પંડ્યા એ ૫૦૦ માંથી ૪૯૧ (૯૮.૨%) માર્ક્સ મેળવી સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળા એ ફરીથી ૧૦૦% પાસિંગ રેટ પ્રાપ્ત કર્યો છે. સાયન્સ પ્રવાહમાં ઉત્સવ ગણાત્રા એ ૫૦૦ માંથી ૪૭૮ (૯૫.૬%) સ્કોર પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઉપરાંત, સારસ્વત અથર્વ અને તનય ચોથાણી એ ઇન્ફોર્મેટીક પ્રેક્ટિસ વિષયમાં સંપૂર્ણ ૧૦૦% સ્કોર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. ધોરણ ૧૨માં કુલ ૧૦ વિદ્યાર્થીઓએ ૯૦%થી વધુ માર્ક્સ મેળવ્યા છે અને ધોરણ ૧૨નો સાવર્ત્રિક સરેરાશ સ્કોર ૭૫.૫% રહ્યો છે. તેના ઉપરાંત ધોરણ ૧૦ માં હેત પટેલે ૫૦૦ માંથી ૪૮૯ (૯૭.૮%), અને જયવીરસિંહ પરમારે ૫૦૦ માંથી ૪૮૬ (૯૭.૨૦%) માર્ક્સ મેળવી ઉચ્ચ સ્થાન હાંસલ કર્યું છે. વિષયવાર સંપૂર્ણ માર્ક્સ (૧૦૦%) મેળવનાર વિદ્યાર્થીઓમાં જલજ વોરા (અંગ્રેજી), નિત્યા પંડ્યા અને પી.એસ. સાર્તકી મોહંતી (સોશિયલ સાયન્સ), તેમજ નિત્યા પંડ્યા, અરિહંત એન., પી.એસ. સાર્તકી મોહંતી, અને હર્નિશ વસાણી (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) શામેલ છે. ધોરણ ૧૦માં કુલ ૪૬ વિદ્યાર્થીઓએ ૯૦% થી વધુ માર્ક્સ મેળવ્યા છે અને શાળાનો સાવર્ત્રિક સરેરાશ સ્કોર ૮૧.૬% રહ્યો છે, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત, અદાણી પબ્લિક સ્કૂલ, મુન્દ્રા, વર્ષ ૨૦૦૧થી શરૂ થઈ અને તે મુન્દ્રાની પહેલી ઝ્રમ્જીઈ માન્યતા ધરાવતી શાળા છે. આજે આ શાળા નર્સરીથી ધોરણ ૧૨ સુધીના ૨૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ પૂરૂ પાડી રહી છે. શાળા એવી માન્યતા ધરાવે છે કે શિક્ષણ એ પરિવર્તનનું સૌથી શક્તિશાળી સાધન છે, અને એ શૈક્ષણિક કસોટી સાથે મૂલ્ય આધારિત શિક્ષણનું સંયોજન કરે છે. અદાણી પબ્લિક સ્કૂલની ખાસિયતોમાં સ્માર્ટ ક્લાસરૂમ્સ, અટલ ટીંકરીંગ લેબ, ડિજિટલ લર્નિંગ ટૂલ્સ, અને સમાવિષ્ટ શિક્ષણ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. શાળામાં માત્ર પાઠ્યક્રમ સુધી સીમિત ન રહી, રમતગમત, જીવનકૌશલ્ય, નૈતિક શિક્ષણ અને સમાજસેવા જેવી હોલીસ્ટિક વૅલ્યુ પર પણ ભાર મુકવામાં આવે છે. વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શનને વધાવતા અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડો.(શ્રીમતી) પ્રીતિ જી. અદાણી, એકઝીક્યુટીવ ડિરેક્ટર વસંત ગઢવી, ડિરેક્ટર એડયુકેશન જ્યોર્જ થોમસ, ચીફ એકેડેમિક ઓફિસર ડો. કવિતા નાગપાલ, એ.પી.એસ.ઈ.ઝેડના એકઝીક્યુટીવ ડિરેક્ટર રક્ષિત શાહ, અદાણી પબ્લિક સ્કૂલ, મુન્દ્રાના ડિરેક્ટર અમી શાહ તેમજ શાળાના વાઇસ પ્રિન્સિપાલ ડો. રેણુ પાટીદારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ હેમંત કુમાર શર્માએ જણાવ્યું હતું કે, “અમારા વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન એ વિદ્યાર્થીઓની મહેનત, માતા-પિતાનું સતત સમર્થન અને અમારા શિક્ષકોની નિષ્ઠાનું પરિણામ છે. આ ૧૦૦% પરિણામ શાળાના એ મિશનને પ્રતિબિંબિત કરે છે કે દરેક વિદ્યાર્થીને જીવનમાં સફળ થવા યોગ્ય ગુણવત્તાપૂર્વકનું શિક્ષણ આપવામાં આવે.” અદાણી પબ્લિક સ્કૂલ, મુન્દ્રા, સતત શ્રેષ્ઠતા તરફ પ્રયાણ કરી રહી છે અને ભવિષ્યના લીડર્સ ઘડવાની દિશામાં મજબૂત પાયો બની રહી છે.