ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યું પામેલા મૃતાત્માઓની શાંતિ માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી સાથે જૂનાગઢનાં કલાકાર રાજુ ભટ્ટ તથા તેમની ટીમ દ્વારા સત્સંગ રાખવામાં આવ્યો હતો. જેમાં રાજુ ભટ્ટ, નીરૂ દવે તથા જીતુ પરમારે ભક્તિમય રીતે સંગીત સંધ્યા કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જૂનાગઢ મહાનગરનાં ભુતનાથ મહાદેવ મંદિર ખાતે મહંત મહેશગીરી બાપુનાં અધ્યક્ષસ્થાને તથા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયાનાં માર્ગદર્શન હેઠળ આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેડીગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, દંડક કલ્પેશભાઈ અજવાણી, વિનુભાઈ ચાંદેગ્રા, જે.કે. ચાવડા, ડો. ડી.પી. ચીખલીયા, યોગીભાઈ પઢીયાર, અશોકભાઈ ભટ્ટ, ઓમભાઈ રાવલ, મુકેશભાઈ ગજેરા, મનોજભાઈ પોપટ, જે.કે. કણસાગરા, કોર્પોરેટ સંજયભાઈ મણવર, આધ્યાશકિતબેન મજમુદાર, ચંદ્રિકાબેન રાખશીયા, ભાવનાબેન વ્યાસ, સોનલબેન પનારા, પરાગભાઇ રાઠોડ, વિમલભાઈ જાેષી, સુભાષભાઈ રાદડિયા, શ્રેયસભાઈ ઠાકર, મહિલા મોરચાના જ્યોતિબેન વાડોલીયા, શીતલબેન તન્ના, ભુદેવો, નગરજનો ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગના સંજય પંડ્યાની યાદી જણાવે છે.