પ્રાથમિક શાળાઓમાં મતદાન જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ : વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન માટે રચનાત્મક પ્રયાસો : વિદ્યાર્થીઓએ તિરંગા સાથે અચૂક મતદાનનો સંદેશ આપતા કલાત્મક ચિત્રો કંડાર્યા : જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જીફઈઈઁ અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન વેગવંતું
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે તા.૧૯ જૂનના રોજ મતદાન થનાર છે, ત્યારે મતદાન જાગૃતિ અને મહત્તમ મતદાન થાય તે માટે વ્યાપક સંદેશ પ્રસરે તે માટે વિસાવદર વિધાનસભા મતવિસ્તારની વિવિધ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃત માટેની ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રાથમિક શાળાના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓએ મતદાન જાગૃતિના વિચારને કેન્દ્રમાં રાખીને કલાત્મક ચિત્રો કંડાર્યા હતા. તિરંગા સાથે અચૂક મતદાનનો સંદેશ આપતા ચિત્રો વિદ્યાર્થીઓના વાલીઓને તા.૧૯મી મતદાન કરવા માટે પ્રેરકબળ બની રહેશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીશીપેશન- જીફઈઈઁ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો અને સ્પર્ધાઓ દ્વારા મતદાન જાગૃતિ માટેના રચનાત્મક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આમ, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જીફઈઈઁ અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન વેગવંતું છે.