જૂનાગઢ જિલ્લામાં સમાવિષ્ટ ૮૭-વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૫ તા.૧૯-૬-૨૦૨૫ યોજાનાર છે. ત્યારે જે તે વિસ્તારની દુકાનો અને સંસ્થાઓમાં કામ કરતાં શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ(રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ – ૨૦૧૯ હેઠળ આપવાની અઠવાડિક રજા જાે મતદાનના દિવસે ન હોય તો અઠવાડિક રજા બદલી કરીને દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતાં દરેક વ્યકિતની મતદાનના દિવસે રજા મંજૂર કરવાની રહેશે. શ્રમયોગી/કર્મચારીના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં. જાે કોઇ માલિક લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫- બી ની જાેગવાઇ વિરૂધ્ધનું વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે. વધુમાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ-૧૩૫-બી એવા કોઇપણ મતદારોને લાગુ નહીં પડે કે તે જ્યાં નોકરી કરે છે ત્યાં તેની ગેરહાજરીને કારણે ભયજનક પરિસ્થિતિ ઉભી થાય તેમ હોય અથવા તેની ગેરહાજરી વ્યાપક નુકશાનમાં પરિણામે તેમ હોય. લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ-૧૩૫-બી(૧) અન્વયે મતદાર જે તે મત વિભાગમાં વસવાટ કરતો હોય પરંતુ જ્યાં સામાન્ય કે પેટા ચૂંટણી હોય તેવા મત વિભાગની બહારના વિસ્તારમાં આવેલ દુકાનો કે સંસ્થામાં નોકરી કરતો હોય તેવા મતદારો સવેતન રજાના હક્કદાર રહેશે અને સદર જાેગવાઇ રોજમદાર/કેજ્યુઅલ કામદારોને પણ લાગુ પડશે. એમ જૂનાગઢ ઈન્ચાર્જ મદદનીશ શ્રમ આયુકત એસ.આર. ભડાલિયાની એક અબખારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.