ખંભાળિયાની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા લોહાણા મિત્ર મંડળના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફુલસ્કેપ (ચોપડા) વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રઘુવંશી જ્ઞાતિના દાતા સવર્શ્રી રીનાબેન તથા ડો. નીતિનભાઈ લાલ, ડો. રાજેશભાઈ ઠક્કર, ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા અને ભવ્ય રાયઠઠ્ઠા વિગેરે સહિતના દાતા સદગૃહસ્થોના સહયોગથી જ્ઞાતિના આશરે ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારા લોહાણા મિત્ર મંડળ દ્વારા નિયમિત રીતે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને આરોગ્ય વિષયક કેમ્પ, રક્તદાન કેમ્પ, થેલેસેમિયા કેમ્પ, રઘુવંશી જ્ઞાતિના સમૂહ ભોજન, સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે સંસ્થા તથા જ્ઞાતિજનોની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવે છે. ત્યારે રઘુવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણનો આ વધુ એક કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.