પડકારરૂપ પરિસ્થિતિમાં તબીબોની સફળ કામગીરીથી પરિવારજનો ખુશ
દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે એક રસપ્રદ કેસ આવ્યો. હોસ્પિટલના સર્જરી વિભાગમાં સારવાર અર્થે આવેલા ૧૨ વર્ષના એક બાળકને પેટમાં દુખાવો અને સતત ઉલટી થતી હતી. અહીં લેવામાં આવેલો તેનો પહેલો યુએસજી સામાન્ય હતો, બીજી જગ્યાએ બીજાે યુએસજી કરવામાં આવ્યો તો તીવ્ર એપેન્ડિસાઈટિસ જાેવા મળી હતી. આ બાળકના ઓપરેશન માટે તેને ઓપરેશન થિયેટરમાં લઈ જવાયો હતો. તબીબી ચકાસણી અને સારવાર દરમિયાન તેમના હૃદયના ધબકારા અનિયમિત અને ગંભીર બ્રેડીકાર્ડિયા જાેવા મળ્યા, કારણ કે આ સ્થિતિમાં ટાકીકાર્ડિયા હોવો જાેઈએ. ઓસ્કલ્ટેશન પર હૃદયના ધબકારા અનિયમિત હતા. દર્દીને ઓપરેશન કરવું અનિવાર્ય હોવાથી ઓપરેશનના સંભવિત પરિણામો અને જાેખમની સંમતિ મેળવ્યા પછી સરકારી હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમે તેને એનેસ્થેટીસ કર્યું. આ બાળકનું ઓપરેશન એક કલાકમાં પૂર્ણ કરવામાં આવ્યું. જેમાં ખૂબ જ સોજાે આવેલ એપેન્ડિક્સ દેખાયું. ઓપરેશનની પ્રક્રિયામાં બાળકને નિયમિત પલ્સ સાથે સ્થિર સંપૂર્ણ સામાન્ય બની હતી. અહીંના એનેસ્થેટિસ્ટ ડો. કેતન જાેશી તથા તેમની ટીમે જનરલ એનેસ્થેસિયા આપ્યું હતું અને પોસ્ટઓપરેટિવ એનાલજેસિયા માટે તેને પીસીએમ, ડાયક્લોફેનેક, બસકોપન અને ટેપ બ્લોક આપ્યા હતા. બપોરે ૧ વાગ્યે દર્દી પીડામુક્ત થયો હતો. પરંતુ તેમના હૃદયના ધબકારા ફરીથી અનિયમિત બની રહ્યા હતા. તેથી બીજા ઇકોની સલાહ આપવામાં આવી. સિનિયર ડો. કેતન જાેશીના માર્ગદર્શન હેઠળ ડૉ. નિરાલી (એનેસ્થેટિસ્ટ), ડૉ. સુફિયાન, ડૉ. મનીષા, ડૉ. સોનુ અને બ્રધર કૃણાલની મદદથી ડૉ. મિહિર અને ડૉ. નીતિન દ્વારા એનેસ્થેસિયા આપીને આ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. સરકારી હોસ્પિટલના સિનિયર એનેસ્થેટિસ્ટ ડો. કેતન જાેષીએ જણાવ્યું છે કે તેમણે એનેસ્થેસિયાની પ્રેક્ટિસને ૨૫ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. પણ હજુ પણ હું ફ્રેશ અનુભવું છું. હંમેશા જુનિયર, સાથીદારો અને સિનિયર્સ પાસેથી શીખવાનો પ્રયાસ કરું છું. દિવસેને દિવસે નવા કેસ, નવી એનેસ્થેસિયા તકનીકો હજુ પણ વિદ્યાર્થી બનવાનો પ્રયાસ કરી રહી છે. મારી પ્રેક્ટિસ દરમિયાન મને સૌથી વધુ આશીર્વાદ અને સંતોષ ત્યારે પ્રાપ્ત થાય છે, જ્યારે દર્દી સંતોષપૂર્ણ સ્મિત સાથે ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળે છે. અને હજુ પણ મારા છેલ્લા શ્વાસ સુધી આ સેવા ચાલુ રાખવાની આશા રાખું છું. તેમ ડો. જાેષીએ વધુમાં ઉમેર્યું હતું.