સમગ્ર રાજ્યમાં ઉત્તેજનાસભર અને ચર્ચામાં રહેલી વિસાવદર વિધાનસભા બેઠક પર તાજેતરમાં યોજાઇ ગયેલી ચૂંટણીના ગઈકાલે સોમવારે જાહેર થયેલા પરિણામોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલીયાનો ભવ્ય વિજય થયો છે. આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ખંભાળિયા સ્થિત જિલ્લા કાર્યાલય ખાતે વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અને સૌ પ્રથમ અહીંના જાેધપુર ગેઈટ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર કરી, ફટાકડા ફોડીને સૌના મોં મીઠા કરાવી, આ વિજય ઉત્સવની ઉજવણી કરાઇ હતી.