યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને અક્ષય તૃતીયાથી અક્ષય તૃતીયા એમ બે માસ સુધી ગ્રીષ્મકાળમાં ગરમીથી બચવા ઋતુ અનુસાર ચંદન વાઘા તથા ઠંડક આપતા પુષ્પોનો વિશેષ શૃંગાર કરવામાં આવી રહ્યો છે. હાલ ગ્રીષ્મકાના અંતિમ દિવસોમાં સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે શ્રીજીને વારાદાર પૂજારી દ્વારા ચંદન વાઘા સાથેનો દિવ્ય પુષ્પ શૃંગાર યોજયો હતો જેનો બહોળી સંખ્યામાં સ્થાનીય તથા બહારગામથી પધારેલ ભાવિકોએ લાભ લીધેલ હતો. આ ઉપરાંત ઓનલાઈનના વિવિધ માધ્યમોથી પણ લાખો કૃષ્ણભકતોએ આ દિવ્ય દર્શનને નિહાળ્યા હતા. ગ્રીષ્મકાળમાં ઠાકોરજીને ઋતુ અનુસાર ઠંડા ભોગ પણ અર્પણ કરાય છે.