ભીડીયા સમસ્ત ખારવા સમાજ આયોજીત ૨૨મો સમૂહ લગ્નોત્સવ ઉલ્લાસમય વાતાવરણમાં સંપન્ન થયો : ૬૩ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા

0

ભીડીયા સમસ્ત ખારવા સમાજ આયોજીત ૨૨મો સમૂહ લગ્નોત્સવ ઉલ્લાસમય વાતાવરણમાં સંપન્ન થયો હતો, જેમાં ૬૩ નવદંપતીઓ લગ્નગ્રંથીથી જાેડાયા હતા, સમુહલગ્નોત્સવમાં સાંસદ રાજેશ ચુડાસમા સહિત રાજકીય, સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વચન સહ શુભેચ્છાઓ પાઠવી હતી તો સાથે સરકારની વિવિધ યોજનાઓ થકી દીકરીઓને મદદરૂપ થવા બદલ ભીડીયા ખારવા સમાજના આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા. સાગરખેડુ એવા માછીમાર સમુદાય વર્ષના આઠ માસ અફાટ સમુદ્રમાં રોજી રોટી માટે માછીમારીમાં વ્યસ્ત હોય છે અને ચોમાસાના ચાર માસ માછીમારી બંધ રહેતા પ્રતિવર્ષ ચોમાસુ સિઝનમાં જ લગ્નોત્સવ યોજાય છે. શ્રી ભીડીયા સમસ્ત ખારવા સમાજ દ્વારા છેલ્લા ૨૨ વર્ષ થી પ્રતી વર્ષ સમાજના દીકરા દીકરીઓ માટે સમુહ લગ્નોત્સનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સમાજના પટેલ રતીલાલભાઈ સાકરભાઈ ગોહેલ, ભીડીયા ખારવા સમાજ બોટ એસોસિએશન પ્રમુખ રમેશભાઈ રામજીભાઈ ડાલકી , ભીડીયા ખારવા સમાજ હોડી એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ બુધ્ધાભાઈ ગોહેલ સહિત સમાજના પંચ સભ્યો આગેવાનો ની રાહબરી હેઠળ ૨૨માં સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવા માં આવેલ જેમાં ૬૩ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. દાંપત્ય જીવનની શુભ શરૂઆત કરતાં નવદંપતિઓને આશીર્વચન અને લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવવા જૂનાગઢ લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો.સંજય પરમાર, શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણીયા, નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની ઉપરાંત અનેક રાજકીય સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમુહલગ્નોત્સવમાં દીકરીઓને સમાજ તરફથી કરિયાવર ઉપરાંત રાજ્ય સરકારની શ્રીસાત ફેરા સમુહ લગ્ન યોજના અંતર્ગત રૂા.૧૨૦૦૦ તેમજ શ્રી કુંવરબાઈ મામેરૂ સહાય યોજના અંતર્ગત રૂા.૧૨૦૦૦ તેમજ રાજ્ય સરકારની જી.એફ.સી.સી.એ.લી. તરફથી રૂા.૧૧૦૦૦ની ભેટ આપવામાં આવેલ. આ તકે સાંસદ રાજેશ ચુડાસમાએ શ્રી ભીડીયા સમસ્ત ખારવા સમાજના સમુહલગ્નોત્સવના સરાહનીય કાર્યમાં રાજ્ય સરકારની દીકરી માટે સમુહલગ્નોત્સવને પ્રોત્સાહક સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ મામેરૂ સહાય યોજના જેવી સરકારી યોજનાઓનો લાભ લઇ અને આ દીકરા દીકરીઓને મદદરૂપ થવા બદલ ખારવા સમાજના સહુ આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા. સાંસદ ચુડાસમાએ વધુમાં જણાવેલ કે, સમાજના વડીલો અને યુવાનોને પણ આવા સામાજીક કાર્યોમાં પોતાનું યથા યોગ્ય યોગદાન આપી સમાજને બળ પૂરૂ પાડવું જાેઈએ.

error: Content is protected !!