જૂનાગઢમાં તા.૨૭ જૂન અષાઢી બીજના દિવસે જગન્નાથજી મંદિરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે

0

બ્રહ્મલીન મોટા પીર બાવા તનસુખગીરી બાપુના સુભાશીષ નીચે જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ

આગામી તા.૨૭ જૂનને શુક્રવારે અષાઢી બીજનો શુભ દિવસ છે. જૂનાગઢમાં જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના નેજા હેઠળ શુક્રવારે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જગન્નાથજી મંદિરેથી શુક્રવારે બપોરે રથયાત્રા પ્રસ્થાન થશે. રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં ગંધ્રપવાડા વિસ્તારમાં પ્રાચીન જગન્નાથજી મંદિર આવેલું છે. જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના પ્રમુખ બ્રહ્મલીન મોટા પીર બાવા તનસુખગીરીજી ગુરૂદત્ત ગિરિજીબાપુના શુભાશિષ હેઠળ રથયાત્રા મહોત્સવ સમિતિના સભ્યોના માર્ગદર્શન હેઠળ તા.૨૭ જૂન શુક્રવારે અષાઢી બીજના દિવસે બપોરે ૩:૩૦ કલાકે જગન્નાથજી મંદિરેથી રથયાત્રા નીકળશે. જેમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, પૂર્વ ડે. મેયર ગીરીશભાઈ કોટેચા, મેયર ધર્મેશભાઈ પોશીયા, ડે.મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર ચંદ્રિકાબેન રાખશીયા, પરાગભાઈ રાઠોડ, જીતુભાઈ ભીંડી અને દિપેન્દ્રભાઈ યાદવ સહિત રાજકીય, સામાજિક આગેવાનો, મહિલા મંડળો અને ભાવિકોની ઉપસ્થિતિમાં ‘જય રણછોડ માખણચોર‘ના નાદ સાથે ૨૧મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવાશે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામના રથને પુરૂષો, બહેન સુભદ્રાજીના રથને મહિલાઓ દ્વારા દોરડા વડે ખેંચી પુણ્યનુ ભાથું બંધાશે. રથયાત્રા જગન્નાથજી મંદિરથી પ્રસ્થાન થયા બાદ સેજના ઓટા, લીમડા ચોક, જનતા ચોક, દિવાન ચોક, માલીવાડા રોડ, પંચહાટડી ચોક, આઝાદ ચોક, વણઝારી ચોક, રાણાવાવ ચોક, કાળવા ચોક, જવાહર રોડ, ભીડભંજન મંદિર થઈને જગન્નાથજી મંદિરે સંપન્ન થશે. રથયાત્રા સંપન્ન થયા બાદ રાત્રે વાંઝાવાડ ખાતે આવેલ ખરેડી જ્ઞાતિની વાડીમાં ભાવિકો માટે પ્રસાદનું આયોજન કરાયું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના ઉપપ્રમુખ જનકભાઈ પુરોહિત, નલાભાઈ કોટેચા, શૈલેષભાઈ પારેખ, બીપીનભાઈ ભટ્ટી, મંત્રી મનસુખભાઈ વાજા, સહમંત્રી નવનીતભાઈ શાહ, વિજયભાઈ કીકાણી, જયેશભાઈ કુબાવત, સહજાનચી વિરેનભાઈ શાહ, પ્રફુલભાઈ પોપટ, ખજાનચી રાજેન્દ્રભાઈ ચુડાસમા સહિતના સભ્યોની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સમગ્ર ધર્મમય કાર્યક્રમમાં ભાવિકોને ઉપસ્થિત રહેવા જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

error: Content is protected !!