મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચ-GARCનો ત્રીજો અહેવાલ સોંપાયો

0

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સિટીઝન ફર્સ્ટ અભિગમને સુસંગત GARCનો ત્રીજો અહેવાલ

GARCના અધ્યક્ષ ડો. હસમુખ અઢિયાના દિશાદર્શનમાં પંચના અહેવાલમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસ્થાત્મક સુધારાઓના માધ્યમથી પારદર્શીઝડપી અને સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ સુનિશ્ચિત કરતી ભલામણો

ત્રીજા અહેવાલની આ ભલામણો GARCની વેબસાઇટ https://garcguj.in/resources ઉપર ઉપલબ્ધ

GARC અહેવાલની મુખ્ય દસ ભલામણો

Ø  એક વિદ્યાર્થી – એક આઈ.ડી. – એક પોર્ટલ

Ø  નિવૃત્ત સરકારી કર્મચારીઓને પેન્શન વિતરણ માટે સંપૂર્ણ ઓટોમેટેડ સિસ્ટમ વિકસાવાશે

Ø  સરકારના બધા વિભાગોના GR સંકલિત કરવા વિશિષ્ટ ટાસ્કફોર્સ

Ø  રાજ્યના તાલુકા-ગામડાઓમાં આવેલી તમામ સરકારી સંપત્તિઓ-સેવાઓની GIS બેઈઝ્ડ સિસ્ટમ – પ્રોજેક્ટ ઇન્સ્પેક્શનથી યુ.ટી.સી. સુધીની બાબતોનો સમાવેશ

Ø  વધારે ફૂટપ્રિન્ટ ધરાવતી નાગરિક સેવાઓનું ગવર્મેન્ટ પ્રોસેસ રિ-એન્જિનિયરિંગથી નાગરિકોને નાગરિકોને SMS/WhatsApp દ્વારા ઓટોમેટેડ અપડેટ રાખવાની ભલામણ

Ø  જાહેર પરિવહન સરકારી બસ સેવાઓમાં ટિકિટ ખરીદી QR કોડ કે UPI માધ્યમથી થઈ શકે તેવી વ્યવસ્થાઓ.

Ø  DG લોકર સાથે દરેક સરકારી સેવા વિતરણ પ્રણાલી લિંક કરવા ભલામણો

Ø  સરકારી કર્મચારીની સર્વિસ બુકનું ડિજિટલ ફોર્મેટ

Ø  તમામ સરકારી કર્મચારીઓ માટે ડાયનેમિક-વ્યાપક ઇ-સિવિલ લિસ્ટ અને ઓટોમેટીક કામચલાઉ સિનિયોરીટી લીસ્ટ સીસ્ટમ

Ø  વર્ગ 1 અને 2ના અધિકારીઓના કાર્ય વિતરણ – કાર્યભાર ધારણા અને મૂલ્યાંકન માટે ડિજિટલ સર્વે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પમાં વિકસિત ગુજરાત ૨૦૪૭ને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરેલી છે. GARC અધ્યક્ષ અને મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢીયાના દિશાદર્શનમાં ૧૦ જેટલી ભલામણો સાથે તૈયાર કરવામાં આવેલો ત્રીજો ભલામણ અહેવાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને પંચના અધ્યક્ષશ્રી ડૉ. હસમુખ અઢીયાએ સુપ્રત કર્યો હતો. GARCની રચના માટે આ વર્ષ 2025-26ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાતના ગણતરીના દિવસોમાં જ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિઓમાં જરૂરી ફેરફારો કરવા માટે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર શ્રી હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી છે. આ પંચે અત્યારસુધીમાં અધ્યક્ષ ડો. હસમુખ અઢિયાના માર્ગદર્શનમાં GARCના બે ભલામણ અહેવાલો રાજ્ય સરકારને સુપ્રત કર્યા છે. GARC દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કરાયેલા પંચના ત્રીજા અહેવાલમાં મુખ્યમંત્રીશ્રીએ નાનામા નાના માનવીને કેન્દ્ર સ્થાને રાખીને તેને સરકારી સેવાઓનો લાભ સરળતાએ મળી રહે તે માટે સિટિઝન ફર્સ્ટનો જે અભિગમ અપનાવ્યો છે તે ભલિભાંતિ પ્રતિબિંબિત થાય છે. ડો.હસમુખ અઢિયાના સતત માર્ગદર્શનથી તૈયાર થયેલા ત્રીજા અહેવાલમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને વ્યવસ્થાત્મક સુધારાઓના માધ્યમથી નાગરિકો માટે વધુ પારદર્શકઝડપી અને સિટીઝન સેંટ્રિક શાસન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામા આવ્યો છે. શિષ્યવૃત્તિ યોજનાઓનું એકત્રીકરણ કરીને એક પ્લેટફોર્મ પર શિષ્યવૃત્તિઓનુ વિતરણ અને સરકારી બસોમા QR કોડ અને UPI ના માધ્યમથી ટીકીટ બુકિંગ તથા સરકારી બસોનુ રિયલ ટાઇમ બેઝિસ પર ટ્રેકિંગ જેવા સુધારા ઉપરાંત Digi-locker આધારિત દસ્તાવેજ સેવાઓ, SMS/WhatsApp દ્વારા સરકારી અરજીની સ્થિતિની જાણકારી જેવી ભલામણો નાગરિકો માટે સરળતાસમયની બચત અને સરકારી સેવાઓ પ્રત્યેનો વિશ્વાસ સુદ્રઢ કરશે. પેન્શનની આપમેળે ચુકવણીડિજિટલ સર્વિસ બુક અને કર્મચારી સંતોષ સર્વે જેવા પગલાંઓથી સરકારી તંત્રની કાર્યક્ષમતા પણ વધશે. આ ભલામણો ગુજરાતને એક પ્રગતિશીલડિજિટલી સશક્ત રાજ્ય બનાવવાની દિશામાં મજબૂત પગલું બની રહેશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને આ અહેવાલ સુપ્રત કરતાં GARCના અધ્યક્ષ ડો.હસમુખ અઢિયાએ જણાવ્યું કે, “સશક્ત નાગરિકો માટે ટેકનોલોજીયુક્ત શાસન”તેમજ “ગુજરાતના વિકાસમાં જનતા માત્ર સહભાગી નહીંસહયાત્રી બનશે” ના ધ્યેય પરની ભલામણો સાથે આ ત્રીજો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. GARCના ત્રીજા અહેવાલની આ ભલામણો GARCની વેબસાઇટ https://garcguj.in/resources ઉપર અપલોડ કરવામાં આવેલી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને GARCનો આ ત્રીજો ભલામણ અહેવાલ સુપ્રત કરવાના અવસરે મુખ્ય સચિવ શ્રી પંકજ જોષીમુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસમુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ.એસ. રાઠૌરવહીવટી સુધારણા પ્રભાગના અગ્ર સચિવશ્રી હારિત શુક્લમુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતિ અવંતિકા સિંઘસચિવશ્રી ડો.વિક્રાંત પાંડે તથા GARCના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ત્રીજા અહેવાલમાં રાજ્ય સરકારને GARC દ્વારા જે ભલામણો કરવામાં આવી છે તે આ મુજબ છે..

(1) “એક વિદ્યાર્થી – એક આઈડી – એક પોર્ટલ” માળખાના આધારેસરકાર વિવિધ વિભાગો દ્વારા ઓફર કરવામાં આવતી તમામ શિષ્યવૃત્તિ યોજનાઓના અસરકારક સંકલન માટે એક એકીકૃતપારદર્શક અને ટેકનોલોજી-આધારિત શિષ્યવૃત્તિ પ્લેટફોર્મ (ગુજરાત યુનિફાઇડ સ્કોલરશિપ પોર્ટલ) વિકસાવશે. આ પોર્ટલથી શિષ્યવૃત્તિ સંદર્ભેનુ કામ ઝડપથી થશેકામની પુનરાવૃત્તિ ટળશે અને કર્મચારીઓ પરનુ ભારણ પણ ઘટશે.

(2) સરકાર નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શન વિતરણ માટે એક સંપૂર્ણ ઓટોમેટેડ સિસ્ટમ વિકસાવશે– જેમાં પેન્શન પેમેન્ટ ઓર્ડર જનરેટ થવોસેવા રેકોર્ડ્સની ડિજિટલ ચકાસણી થવી અને નિવૃત્ત થનારા કર્મચારીઓની નિવૃત્તિના બીજા જ દિવસે બેંક ખાતામાં પેન્શનની રકમ સીધી જમા કરાવવા જેવી બાબતોનો સમાવેશ થશે.

(3) સરકાર દરેક વિભાગમાં તમામ મુખ્ય વિષયોના સરકારી ઠરાવો (GRs) ને સંકલિત કરવા માટે વિશિષ્ટ ટાસ્ક ફોર્સની રચના કરશે અને સાથે સાથે ઉક્ત ઠરાવો પોર્ટલના માધ્યમથી વિષયવાર સરળ ફોર્મેટમા ઉપલબ્ધ થશે. આ પગલાથી વિવિધ ઠરાવોને સમજવામાં ઉપસ્થિત થતી વિસંગતતાઓ દૂર થશે.

(4) સરકારનિષ્ણાંત વ્યવસાયિક એજન્સીઓના સહયોગથીગુજરાતના તાલુકાઓ અને ગામડાઓમાં સ્થિત તમામ સરકારી સંપત્તિઓ અને સેવાઓની એક મજબૂત અને વ્યાપક, GIS-આધારિત એક સિસ્ટમ વિકસાવશે જેમાં કોઇ પણ પ્રોજેક્ટના ઇન્સેપેક્શનથી લઇને યુટીસી સુધીની તમામ બાબતોનો સમાવેશ થઇ જશે. આ સિસ્ટમના કારણે બજેટની ફાળવણી વધુ યોગ્ય અને કાર્યક્ષમ રીતે શક્ય બનશે તેમજ કામની પુનરાવૃત્તિની શક્યતાઓ પણ ઘટશે.

(5) સરકાર નિષ્ણાંત વ્યવસાયિક એજન્સીઓના સહયોગથીવધારે ફૂટપ્રિંટ ધરાવતી નાગરિક સેવાઓનું ગવર્નન્મેટ પ્રોસેસ રિ-એન્જીનીયરિંગ કરીને ‘અરજી પરની કામગીરી શરૂ થઈ‘, ‘અરજી સબમિટ થઈ‘, ‘દસ્તાવેજો ચકાસાઇ ગયા‘, ‘અરજી
પ્રક્રિયા હેઠળ‘, ‘મંજૂરી હેઠળ છે‘, ‘અરજી સફળતાપૂર્વક પૂર્ણ થઈવગેરે જેવા તબક્કાઓએ નાગરિકોને SMS/WhatsApp દ્વારા ઓટોમેટેડ અપડેટ મળી રહે તે મુજબની વ્યવસ્થાઓ વિકસાવશે અને સરકારી દસ્તાવેજો નાગરિકોને સુરક્ષિત રીતે પ્રાપ્ત થઇ શકે તે માટે વિશ્વસનીય કુરિયર સેવાઓ સાથે ભાગીદારી કરશે.

(6) જાહેર પરિવહનમાં યુઝર એક્સપિરિયન્સને વધુ સારો બનાવવા માટે તમામ સરકારી બસોમાં ટિકિટની ખરીદી એડવાન્સ કે જરૂરિયાત અનુસાર QR કોડ અને UPI ના માધ્યમથી થઇ શકે અને બસના સમયપત્રક તેમજ જગ્યાની ઉપલબ્ધતા અને બસનુ લોકેશન રિયલ ટાઇમ બેઝિસ પર ઉપલબ્ધ થાય તે મુજબની વ્યવસ્થા વિકસાવશે. આ ઉપરાંતસેવામાં સતત સુધારણા માટે QR કોડ-આધારિત મુસાફરોનો પ્રતિભાવ મેળવવાની વ્યવસ્થા પણ વિકસાવશે.

(7) નાગરિકોને તેમના સત્તાવાર દસ્તાવેજો સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે માટે સરકાર નિષ્ણાંત વ્યવસાયિક એજન્સીઓની મદદથી ડિજી-લોકર સાથે દરેક સરકારી સેવા વિતરણ પ્રણાલી (તમામ અરજીઓફોર્મ્સ અને સેવાઓ)ને લિન્ક કરશે. આનાથીસરકાર દ્વારા ઇસ્યૂ થતા મહત્વના અધિકૃત દસ્તાવેજો/પ્રમાણપત્રો સીધા નાગરિકના ડિજી-લોકરમા ઉપલબ્ધ થશે.

(8) સરકાર માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલી (HRMS)માં તમામ કર્મચારીની સેવાપોથી ડિજીટલ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવશે અને કર્મચારીનુ શિક્ષણકઇ ટ્રેનિગ લીધેલ છેક્યા ક્યા પોસ્ટિંગ થયુ છેવગેરે જેવી જૂની વિગતો માટે હાલની સેવાપોથીનુ ડિજિટાઇઝેશન પણ હાથ ધરશે.

(9) સરકાર રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે એક ડાયનેમિકવ્યાપક ઇ-સિવિલ લિસ્ટ અને ઓટોમેટિક કામચલાઉ સિનિયોરિટી લિસ્ટ (પ્રવરતા યાદી) પ્રસિદ્ધ થાય એવી સિસ્ટમ વિકસાવશે.

(10) સરકાર ડિજિટલ સર્વેક્ષણ હાથ ધરીને ગુજરાત સરકારના વર્ગ 1 અને 2ના અધિકારીઓમાં કાર્ય વિતરણકાર્યભારની ધારણા અને સંતોષનું વ્યાપક મૂલ્યાંકન હાથ ધરશે.

error: Content is protected !!