દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાલથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

0

ધો. ૧ અને ૯ માં ૧૪ હજાર કરતાં વધારે બાળકો પ્રવેશ મેળવશે

રાજ્યની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેમજ દીકરીઓ ઉત્તમ શિક્ષણ મેળવી પોતાની ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા ઉદેશ્યથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો થયો છે. સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજાેત્સવ“ની થીમ સાથે તા. ૨૬ થી ૨૮ જૂન દરમ્યાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન થનાર છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં જિલ્લામાં કુલ ૩૩ રૂટ બનાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી, બાલવાટિકા, ધોરણ ૧ અને ધોરણ ૯ માં બાળકો પ્રવેશ મેળવનાર છે. હાલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આંગણવાડીમાં ખંભાળિયા તાલુકામાં ૫૭૭ કુમાર અને ૫૩૮ કન્યા, દ્વારકા તાલુકામાં ૩૧૬ કુમાર અને ૩૧૪ કન્યા, ભાણવડ તાલુકામાં ૩૯૯ કુમાર અને ૩૭૮ કન્યા તથા કલ્યાણપુર તાલુકામાં ૬૫૪ કુમાર અને ૫૯૩ કન્યા સહિત કુલ ૩૭૬૯ જેટલા બાળકો પ્રવેશ મેળવશે. જ્યારે બાલવાટિકામાં ખંભાળિયા તાલુકામાં ૧૨૨૧ કુમાર અને ૧૨૪૫ કન્યા, દ્વારકા તાલુકામાં ૫૩૮ કુમાર અને ૫૭૦ કન્યા, ભાણવડ તાલુકામાં ૬૦૫ કુમાર અને ૬૧૦ કન્યા તથા કલ્યાણપુર તાલુકામાં ૮૮૪ કુમાર અને ૯૫૬ કન્યાઓ સહિત કુલ ૬૬૧૯ જેટલા બાળકો પ્રવેશ મેળવશે. ધોરણ ૧ માં ખંભાળિયા તાલુકામાં ૯૩ કુમાર અને ૮૮ કન્યા, દ્વારકા તાલુકામાં ૨૪ કુમાર અને ૨૨ કન્યા, ભાણવડ તાલુકામાં ૪૪ કુમાર અને ૩૯ કન્યા તથા કલ્યાણપુર તાલુકામાં ૧૧ કુમાર અને ૧૧ કન્યાઓ સહિત કુલ ૩૩૨ બાળકો ધોરણ ૧ માં પા…પા… પગલી માંડશે. જ્યારે ધોરણ ૯ માં ખંભાળિયા તાલુકામાં ૭૬૦ કુમાર અને ૬૯૮ કન્યા, દ્વારકા તાલુકામાં ૬૨૦ કુમાર અને ૪૯૬ કન્યા, ભાણવડ તાલુકામાં ૨૦૦ કુમાર અને ૩૪૩ કન્યા તથા કલ્યાણપુર તાલુકામાં ૫૬૮ કુમાર અને ૩૩૭ કન્યા સહિત કુલ ૪૦૨૨ બાળકો શાળામાં પ્રવેશ મેળવશે. આમ, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાલવાટિકા, આંગણવાડી, ધોરણ ૧ અને ધોરણ ૯ માં કુલ ૧૪,૭૪૨ જેટલા બાળકો પ્રવેશ મેળવશે.

error: Content is protected !!