માણાવદરમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જી.પ. પ્રમુખ સ્વ. સુકાભાઈ અંત્રોલીયાની ચતુર્થ પુણ્ય તિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ તા.૨૩ના યોજાયો

0

માણાવદર શહેરના ઉદ્યોગપતિ અને પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જી.પ. પ્રમુખ સ્વ. સુકાભાઈ આંત્રોલીયાની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તા.૨૩-૬-૨૫ના રોજ લોહાણા મહાજન વાડી, માણાવદર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન મયુર જીનિંગ એન્ડ પ્રા.લી.ના સહયોગથી આંત્રોલીયા પરિવાર દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં વરસાદી વાતાવરણમાં પણ બહોળી સંખ્યામાં રકતદાતાઓએ રકતદાન કરી ૯૦ જેટલી રકત બોટલો એકત્રિત થયેલ હતી. જે થેલેસેમીયાગ્રસ્ત બાળકો, ડિલિવરી, એક્સિડન્ટ કેસ કે અન્ય દર્દીઓ માટે આ રક્ત આશા બ્લડ બેંક પોરબંદરને સોંપવામાં આવેલ હતું. જે માનવ જિંદગીઓ બચાવવાના ઉમદા કાર્યમાં ઊપયોગ થશે. આ રકતદાન કેમ્પમાં સહયોગ આપનાર સૌ રકતદાતાઓ અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે યોગદાન આપનાર રઘુવીર યુવા ગ્રુપ, મહેર સમાજ માણાવદર, જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ, સિંધી તેમજ લોહાણા મહાજન પરિવાર, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ માણાવદરના હોદેદારો અને કાર્યકર્તાઓ, વેપારી મિત્રો અને તેમજ સૌ પ્રીન્ટ અને ઈલેકટ્રોનીક મીડીયાના પત્રકાર મિત્રો અને સૌ નામી અનામી રકતદાતાઓ અને સહયોગીઓનો આંત્રોલીયા પરિવાર વતી બચુભાઈ આંત્રોલીયાએ આભાર વ્યકત કરેલ હતો.

error: Content is protected !!