રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર SEOC ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ : આગામી સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના

0

રાહત નિયામકશ્રી અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં IMD ના અધિકારીશ્રીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે,  રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં વિવિધ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા જણાવ્યું છે. એન.ડી.આર.એફ.ના અધિકારીશ્રીએ જણાવ્યું હતું કેરાજયમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ની કુલ ૩૪ ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત ૨ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ બેઠકમાં  સિંચાઇ વિભાગના અધિકારીશ્રી દ્વારા રિઝિયન વાઈઝ સ્ટોરેજની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૧૫ જળાશયો હાઇએલર્ટ૧૨ જળાશયો એલર્ટ પર તથા ૧૧ જળાશયો વોર્નિંગ પર છે. GSRTC અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે,  રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને હાલમાં સુરત અને ભરૂચ જિલ્લામાં બસના રૂટ પ્રભાવિત હોવાથી વૈકલ્પિક રૂટ શરૂ કરવામાં આવ્યા છે. આ બેઠકમાં CWC- મહી અને તાપી ડિવીઝનવનઆરોગ્યઊર્જા, GSRTC, યુ.ડી.ડીપંચાયતપશુપાલન, ISRO, ફીશરીઝ,  વિભાગના નોડલ અઘિકારીશ્રીઓ હાજર રહ્યાં હતા.

error: Content is protected !!