કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુંટ કરી અઢી વરસથી નાસતો ફરતો રાણાવાવ આવ્યો ત્યાં પોરબંદર એલસીબીની હડફેટે ચડી ગયો
પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચને મધ્યપ્રદેશના બટવાની જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા આરોપીને રાણાવાવના ભોદના પાટીયા નજીકથી પકડી પાડવામાં સફળતા સાંપડી છે. જૂનાગઢ રેજના પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ જેના અનુસંધાને પોરબંદર એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.કાંબરીયા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોસ્ટેબલ હિમાંશુભાઈ મક્કા તથા પોલીસ કોસ્ટેબલ નટવરભાઈ ઓડેદરા તથા વિરેન્દ્રભાઈ પરમાર ને મળેલ સંયુક્ત મળેલ હકીકત આધારે મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર ૭૮૫/૨૦૨૩ આઈ.પી.સી. કલમ૩૯૨,૧૨૦બી. મુજબના લૂંટના ગુનામાં અઢી વર્ષથી નાસતા ફરતા આરોપી રાણાવાવના ભોદના પાટીયાએ હોવાની મળેલ માહિતી આધારે રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના ભોદના પાટીયા નજીકથી એલ.સી.બી સ્ટાફ એ જઈ તપાસ હાથ ધરતા મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનના રોકડા રૂા.૬૬, ૪૦૦૦ લૂંટના ગુનામાં અઢી વર્ષથી નાસતા ફરતા આરોપી સુભાન મદનસિંહ ભાભર ઉંમર વર્ષ ૩૨ રહે કુડુંજેતા ગામ, થાનાબાગ, જિલ્લો ધાર , મધ્યપ્રદેશવાળો હાલ રાણા કંડોરણા ગામ, વાડી વિસ્તાર તાલુકો રાણાવાવ જીલ્લો પોરબંદર વાળા મળી આવતા પોરબંદર એલ.સી.બી.એ પકડી પાડી મધ્યપ્રદેશ બડવાની જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને સોંપી આપેલ છે. આ કામગીરી કરનાર કર્મચારી અધિકારીઓમાં એલ.સી.બી. પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે કાંબરીયા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જાેશી,રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા તથા પોલીસ હેડ કોસ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઈ મક્કા, કુલદીપ સિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા તથા વુમન પોલીસ હેડ કોસ્ટેબલ નાથીબેન કુછડીયા, પોલીસ કોસ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, વિરેન્દ્ર સિંહ પરમાર, અજયભાઈ ચૌહાણ તથા ડ્રાઇવર પોલીસ કોસ્ટેબલ રોહિતભાઈ વસાવા વિગેરે રોકાયેલા હતા.