પોરબંદર જિલ્લામાં ૧૫ ગ્રામ પંચાયતોના સરપંચ ઉમેદવારોનું પરિણામ જાહેર થયા જીતેલામાં ખુશી હારેલામાં ગમગીની

0

પોરબંદર તાલુકામાં ૭ સરપંચ અને ૧૪૦ સભ્યો જ્યારે રાણાવાવના ૩ ગામો અને કુતિયાણાના ૫ ગામના સરપંચનું ભાવી મતપેટીમાં ખુલતા નક્કી થયું હતું

પોરબંદર જિલ્લાના પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા આ ત્રણેય તાલુકાની મળી ૧૫ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ૨૨-૬- ૨૦૨૫ના રવિવારના રોજ બેલેટ પેપરથી યોજાઈ હતી. પોરબંદર રાણાવાવ અને કુતિયાણા આ ત્રણેય તાલુકામાં યોજાયેલી ગામ પંચાયતની ચૂંટણીઓમા વહીવટદારોનું શાસનનો અંત. પોરબંદર તાલુકાનાં ઘેડ વિસ્તારમાં એક માત્ર કેશોદ લુશાળા ગામે મધ્ય સત્ર ચૂંટણી યોજવાની હતી. પણ ત્યાં ગ્રામજનો એ એક સંપ કરી કેશોદ લુશાળા ગ્રામ પંચાયત બિન હરીફ કરાવેલ. જ્યારે પોરબંદર તાલુકાના બરડા પંથક ની વાત કરીએ તો તેમાં કુલ ૭ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં બેરણ ગામની પંચાયત બિન હરીફ થઈ હતી. પોરબંદર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીની ગણતરી પોરબંદરમાં માધવણી કોલેજ ખાતે ગઈકાલે તા.૨૫-૬-૨૫ના રાખવામાં આવી હતી. મત ગણતરીની કામગીરી માટે કર્મચારીઓની ટીમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. પંચાયત ચૂંટણી શાખા દ્વારા ત્રણેય તાલુકાની ચૂંટણી તંત્રના કર્મચારીઓનું સંકલન કરી ફરી જાેઈ શકવામાં આવી હતી જિલ્લા કલેકટરના માર્ગદર્શન અને અધિક કલેકટરના સંકલન હેઠળ પ્રાંત અધિકારીઓ, મામલતદાર, નાયબ મામલતદાર, તાલુકા વિસ્તરણ અધિકારીઓ સહિતના અધિકારીઓ પણ આ કામગીરીમાં જાેડાયા હતા. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જરૂરી બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લામાં ૧૫ ગ્રામ પંચાયતમાં સામાન્ય અને બે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામ બહાર પાડવામાં આવ્યો હતું. પોરબંદરના શીગડા ગામે ૬ નં .વોર્ડ ની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી થઈ હતી શિંગડા ગામે ૨૦૩ મતદારોમાંથી ૧૪૮ મતદારોએ મતદાન કરતા તેમાંથી નાગાજણભાઈ અરશીભાઈ મોઢવાડિયાને ૭૫ મત તેમજ તેમના હરિફ મેરામણભાઇ જેઠાભાઈ ઓડેદરાને ૭૦ મત મળેલા જ્યારે નાટોમાં ત્રણ મત પડેલા આમ પ મતે નાગરજણ ભાઈ અરશીભાઈ મોઢવાડિયા વિજેતા થયા. પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં ૭ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં સરપંચ પદ માટે ૧૮ ઉમેદવારો મેદાનમાં હતા જ્યારે ૬૧ વોર્ડના ૧૪૦ સભ્યો માટે ૨૨ જૂનના રોજ ચૂંટણી યોજાઈ હતી. પોરબંદર તાલુકાના સાત ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં કુલ નોંધાયેલ ૯૧૦૫ પુરુષો પૈકી ૬૮૦૯ પુરૂષોએ ૭૪.૭૮% મતદાન કર્યું હતુંરજ્યારે ૮૭૭૯ સ્ત્રી મતદારો પૈકી ૫૭૫૦ સ્ત્રીઓ એ ૬૫.૫૦ %મતદાન કર્યું હતું. આમ કુલ ૧૭૮૮૪ મતદારો પૈકી ૧૨૫૫૯ મતદારોએ મતદાન કરતા ૭૦.૨૨% મતદાન નોંધાયું હતું. તા.૨૫-૬-૨૦૨૫ના રોજ થયેલ મતગણતરીમાં પોરબંદરના મોઢવાડા ગામે સરપંચનાં બે ઉમેદવારોમાં દેવીબેન નાથાભાઈ પાંડાવદરા અને હીરીબેન પુંજાભાઈ પાંડાવદરા વચ્ચે ચૂંટણી લડાઈ હતી અને ૧૦ વોર્ડમાં ૨૦ સભ્યો ચૂંટણી મેદાનમાં હતા. ત્યાં ૪૨૭૦ મતદારોમાંથી ૨૭૯૮ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં ગઈ મતપેટી ખુલતા તેમાં સરપંચના ઉમેદવારમાં દેવીબેન નાથાભાઈ પાંડાવદરા સરપંચ પદે વિજેતા થયા છે પણ તેમની પેનલમાં ત્રણ સભ્યો ચૂંટાયા છે. જ્યારે હરીફ ઉમેદવાર હીરીબેન પુંજાભાઈ પાંડાવદરાના ૭ સભ્યો વિજેતા જાહેર થયા છે. વિંઝરાણા ગામે સરપંચનાં ૩ ઉમેદવારોમાં રેખાબેન નાગાભાઈ મોઢવાડિયા તથા લીલાભાઈ છગનભાઈ મોઢવાડિયા અને સુમનભાઈ બેચરભાઈ ચાવડા વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. ત્યાં ૮ વોર્ડમાં ૧૭ સભ્યો ચૂંટણી મેદાનમાં હતા. ત્યાં ૧૦૩૦ મતદારોમાંથી ૭૪૭ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં ગઈ મતપેટી ખુલતા તેમાં સરપંચના ઉમેદવારમાં રેખાબેન નાગાભાઈ મોઢવાડિયા તેમની પેનલના ૪ સભ્યો અને તેમના હરીફના ૩ સભ્યો વિજેતા જાહેર થયા છે. જ્યારે અડવાણા ગામે સરપંચનાં ૩ ઉમેદવારોમાં લાખીબેન ખીમાભાઈ ખુટી તથા વેજીબેન જેસાભાઇ ઓડેદરા અને સીમાબેન વિરમ ભાઈ કારાવદરા વચ્ચે ચૂંટણી લડાઈ હતી. ત્યાં ૧૦ વોર્ડમાં ૨૬ સભ્યો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. ત્યાં ૨જા વોર્ડમાં ૨ સભ્યો અને ૩ જાે વોર્ડ નીલ હતા. ત્યાં ૩૧૩૫ મતદારોમાંથી ૨૮૬૦ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં ગઈ મતપેટી ખુલતા તેમાં સરપંચના ઉમેદવારમાં સીમાબેન વિરમભાઈ કારાવદરા સરપંચ જાહેર થયા છે અને તેમના પેનલમાં ૨ સભ્યો ચૂંટાયા છે જ્યારે હરીફ વેજીબેન જેસાભાઇ ઓડેદરાના ૫ સભ્યો અને લાખીબેન ખીમાભાઈ ખુટીના ૨ સભ્યો ચૂંટાયા અને એક નીલ છે. વડાળા ગામે સરપંચનાં ૩ ઉમેદવારોમાં જાયણીબેન લખમણ મોઢવાડિયા તથા દેવીબેન સાજણ મોઢવાડિયા અને માલી કરસન મોઢવાડિયા ઓએ ચૂંટણી લડી હતી. ત્યાં ૮ વોર્ડમાં ૨૪ સભ્યો ચૂંટણી મેદાનમાં હતા. ત્યાં ૧૭૩૭ મતદારોમાંથી ૧૩૮૭ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં ગઈ મતપેટી ખુલતા તેમાં સરપંચના ઉમેદવારમાં દેવીબેન સાજણ મોઢવાડિયા તેમની પેનલમાંથી ૧ સભ્ય અને જાયણીબેન લખમણ મોઢવાડિયાના ૪ સભ્ય વિજેતા જાહેર થયા છે અને માલી કરસન મોઢવાડિયાના ૩ સભ્યો ચૂંટાયા છે. સોઢાણા ગામે સરપંચનાં બે ઉમેદવારોમાં અરભમભાઈ દુદાભાઈ કારાવદરા અને બાલુભાઈ વેજાભાઈ કારાવદરા વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. ત્યાર ૧૦ વોર્ડમાં ૧૬ સભ્યો વચ્ચે ચૂંટણી થયેલ. ત્યાં ૩ અને ૫ વોર્ડ નીલ. સોઢાણા ૩૦૮૪ મતદારોમાંથી ૧૯૭૮ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં મતપેટી ખુલતા તેમાં સરપંચના ઉમેદવારમાં બાલુભાઈ વેજાભાઈ કારાવદરા તેમની પેનલના ૬ સભ્યો સાથે અને હરીફ ૨ સભ્યો વિજેતા જાહેર થયા છે અને જ્યારે તાલુકામાં ચૌથી ઊંચું મતદાન નોંધાયેલ તેવા ટુકડા મિયાણી ગામે સરપંચનાં બે ઉમેદવારમાં રાજુભાઈ નોઘણભાઈ ઓડેદરા અને લીલાભાઈ મુળુભાઇ ઓડેદરા ચૂંટણી લડ્યા હતા. ત્યાં ૮ વોર્ડમાં ૧૬ સભ્યો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. ત્યાં ૧૬૫૯ મતદારોમાંથી ૧૩૯૪ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં મતપેટી ખુલતા તેમાં સરપંચના ઉમેદવારમાં રાજુભાઈ નોઘણભાઈ ઓડેદરા તેમની પેનલના ૪ સભ્યો સાથે અને હરીફના પણ ૪ સભ્યો વિજેતા જાહેર થયા છે. બેરણગામે એક જ ફોર્મ રજુ થતા ત્યાં બિનહરીફ થઈ છે. શીશલી ગામે સરપંચનાં ૩ ઉમેદવારોમાં રેખાબેન લાખણશીભાઈ ઓડેદરા તથા સાકરબેન રામદેવભાઈ મોઢવાડિયા અને હીરીબેન મસરીભાઈ મોઢવાડિયાઓએ ચૂંટણી લડેલ. ત્યાં ૮ વોર્ડમાં ૨૧ સભ્યો ચૂંટણી મેદાનમાં હતા. જ્યારે ૫ મો વોર્ડ બિનહરીફ થયેલ. ત્યાં ૧૯૬૯ મતદારોમાંથી ૧૩૯૪ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં મતપેટી ખુલતા તેમાં સરપંચના ઉમેદવારમાં હીરીબેન મસરીભાઈ મોઢવાડિયા ૬૯૦ મત અને હરીફ સાકરબેન રામદેવભાઈ મોઢવાડિયને ૫૨૯ અને રેખાબેન લાખણશીભાઈ ઓડેદરાને ૧૦૧ મત તેમજ ૬૪ અમાન્ય અને ૧૦ નાટોમાં નીકળ્યા હતા અને સરપંચમાં હીરીબેન મસરીભાઈ મોઢવાડિયા વિજેતા જાહેર થયા છે અને તેમના પેનલમાં ૧ સભ્યો ચૂંટાયા છે જ્યારે હરીફ ૨ સભ્યો અને ત્રીજા નંબર રેખાબેન લાખણશીભાઈ ઓડેદરના ૪ સભ્ય ચૂંટાયા છે. આમ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓમાં સરપંચ અને સભ્ય ઉમેદવારોમાં મતદારો પોતાના મનપસંદ ઉમેદવારોને ચૂંટી કાઢ્યા છે. પોરબંદર જિલ્લાના રણાવાવ તાલુકાના ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ જાેઈએ તો રાણાવાવમાં કુલ ૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીનો થવાની છે. જેમાં ઠોયાણા ગામે સરપંચના ઉમેદવારમાં બે ઉમેદવારો જેમાં હિંમત મેપાભાઇ મકવાણા અને ભીખા સામત ચાંનપા ચૂંટણી લડેલ તેમાં હિંમત મેપાભાઇ મકવાણા ચૂંટાઈ આવ્યા છે જ્યારે આદિતપરા ગામે સરપંચના ત્રણ ઉમેદવારોમાં વેજા કરસન નનેરા તથા રાજુ હમીર નનેરા અને પ્રવીણ જીવા પીપોતરાઓએ ચૂંટણી લડેલ હતી. તેમાં રાજુ હમીરભાઈ નનેરા સરપંચ પદે તેમની પેનલના ૩ સભ્યો સાથે વિજેતા થયા છે. જ્યારે તેમના હરિફ વેજા કરસન નનેરાના ૫ સભ્યો ચૂંટાયા છે. અમરદળ ગામે સરપંચના ઉમેદવારોમાં શોભનાબેન દેવશી રાઠોડ અને કંચનબેન અરજન રાઠોડ ચૂંટણી મેદાનમાં હતા. તેમાં શોભાના બેન દેવશી રાઠોડ સરપંચ પદે તેમની પેનલના ૬ સભ્યો સાથે વિજેતા જાહેર થયા છે. કુતિયાણાના તાલુકામાં ૫ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં અમર ગામે સરપંચના ૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગીતાબેન મનોજકુમાર બાપોદરાને ૨૯૫ મત, લીરીબેન કેશવભાઈ મોઢવાડીયાને ૫૫૬ મત અને વેજીબેન કેશવભાઈ દાસાને ૨૩૭ મત મળતાં લીરીબેન કેશવભાઈ મોઢવાડીયાએ તેમના બંને હરીફને હરાવી પંચાયતની ચૂંટણી જીતી લીધી છે. જમરા ગામે સરપંચના ઉમેદવારમાં સા.શૈ. પછાત વર્ગ સ્ત્રી બેઠક પર મણીબેન હરદાસ કરંગીયા અને સુમિત્રાબેન મનોજ કરંગીયા ચૂંટણી લડેલ તેમાં મણીબેન હરદાસ કરંગીયા એ ચૂંટણી તેમની પેનલ સાથે જીતી લીધી છે. માલ ગામે સરપંચના સા.શૈ.પ. વર્ગના ઉમેદવારમાં ભરતભાઈ રામભાઈ ઓડદરાને ૫૪૪ મત અને મોહન હાથીભાઈ ઓડેદરા ૪૨૨ મત મળતાં ત્યાં ભરતભાઈ રામભાઈ ઓડદરા ૧૨૨ મતે ચૂંટણી જીતી લીધી છે. અમીપુર ગામે સરપંચના ઉમેદવારમાં પાંચીબેન અરજણ મોકરીયાને ૭૫ મત તથા ભીનીબેન પાંચાભાઇ મોકરીયાને ૩૫૪ અને લક્ષ્મીબેન ભોજાભાઇ ખાખસને ૨૨૮ મત મળતાં ભીનીબેન પાંચાભાઇ મોકરીયા એ તેમના બને હફિરોને પરાજીત કરી ચૂંટણી જીતી લીધી છે. કવાલકા અને ટિંબીનેશ આ ગ્રામ પંચાયતમાં સરપંચના ઉમેદવારોમાં એક જ ફોર્મ રજૂ થઈ હોય બિન હરીફ થયેલ છે. આમ પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકામાં પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા મળીને ૧૫ ગ્રામ પંચાયતોમાં ઉમેદવારોના ભાવી મતદારોએ નક્કી કરી તેમના પદ શોભાવવા આપ્યા છે. વિજેતા થયેલા સરપંચ અને સભ્યોના ટેકેદારો મતગણતરી વખતે ઉમટી પડ્યા હતા અને પોતાના મન પસંદ ઉમેદવારો જીત્યા હતા તેઓના ઢોલ શરણાઈથી સામૈયા કરી ફૂલહારથી નવાજ્યા હતા. જ્યારે પરાજીત ઉમેદવારો અને તેમના સમર્થકોમાં હતાશા ફેલાઈ હતી.

error: Content is protected !!