‘સંવિધાન હત્યા દિવસ‘ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા કાર્યક્રમ યોજાયો

0

કટોકટીકાળમાં લોકશાહીના મૂલ્યો માટે સંઘર્ષ કરનારા બંધારણના હિમાયતીઓને યાદ કરવાનો દિવસ : કેન્દ્ર સરકારે સત્તાવાર ગેઝેટ પ્રસિદ્ધ કરી ૨૫ જૂનને ‘સંવિધાન હત્યા દિવસ‘ તરીકે જાહેર કર્યો : મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ અંતર્ગત ‘મીસાવાસ‘ ની યાતના વેઠનારા લડવૈયાઓને સન્માનિત કરવાનો દિવસ

૨૫ જૂનના રોજ ગાંધીનગર યોજાનારા રાજ્ય કક્ષાના કાર્યક્રમ સહિત સમગ્ર રાજ્યમાં અને દેશમાં ‘સંવિધાન હત્યા દિવસ‘ નિમિત્તે લોકશાહીના મૂલ્યો માટે સંઘર્ષ કરનારા બંધારણના હિમાયતીઓને યાદ કરવાના હેતુથી ‘સંવિધાન હત્યા દિવસ‘ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા મહાનગરના અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે આ ઐતિહાસિક દિવસનું મહત્વ શું છે તે જાણવું ખૂબ જરૂરી છે. કટોકટી શું હતી અને બંધારણનું મહત્વ યુવા પેઢીને જાણવા મળે તે અગત્યનું છે અને તે માંટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અગ્રણી અને પૂર્વ જિલ્લા પંચાયત ના પ્રમુખ એડવોકેટ ભરતભાઇ ગાજીપરાએ મુખ્ય વક્તા તરીકે પોતાના વક્તવ્ય માં જણાવ્યું હતું કે ઈતિહાસની તવારીખમાં વર્ષ ૧૯૭૫માં તત્કાલિન વડાપ્રધાન દ્વારા ૨૫મી જૂને દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ(સ્ૈંજીછ) અંતર્ગત કોઈ પણ પ્રકારની ટ્રાયલ વગર કોઈપણ વ્યક્તિની અટકાયત કરી તેને જેલભેગા કરી દેવામાં આવતા હતા. નાગરિકોના અને પ્રેસ-મીડિયાના હક્ક અને તેમની સ્વતંત્રતાને રાતોરાત આંચકી લેવામાં આવી હતી. વર્તમાન કેન્દ્ર સરકારે કટોકટીના આ કાળા દિવસને પ્રતિવર્ષ ૨૫ જૂને ‘સંવિધાન હત્યા દિવસ‘ તરીકે ઓળખવાની જાહેરાત કરી હતી. ગત વર્ષે ૧૨ જુલાઈના રોજ કેન્દ્ર સરકારે એક સત્તાવાર ગેઝેટ પ્રસિદ્ધ કરી અને તા.૨૫ જૂનને ‘સંવિધાન હત્યા દિવસ‘ તરીકે ઓળખવાની જાહેરાત કરી છે જેના ઉપલક્ષમાં અમરેલી મુકામે પણ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. વર્ષ ૧૯૭૫ની કટોકટી દરમિયાન લોકશાહી હોવા છતાં હજારો લાખો લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. અભિવ્યક્તિની આઝાદી ઝૂંટવી લેવામાં આવી હતી. કટોકટી ભરી આવી સ્થિતિમાં દેશમાં લોકશાહીને પુર્નજિવિત કરવા માટે સંઘર્ષ કરનારા, યોગદાન આપનારા લોકોને સન્માનિત કરવા માટે પ્રતિવર્ષ સંવિધાન હત્યા દિવસે યાદ કરવામાં આવશે. ભારત લોકશાહી દેશ છે. ભારતના બંધારણમાં ઉલ્લેખિત સ્વતંત્રતાનો અધિકાર, સમાનતાનો અધિકાર, શોષણ વિરૂદ્ધનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સંસ્કૃતિ અને શિક્ષણ સંબંધી અધિકાર થકી નાગરિકો સશક્ત બન્યા છે. નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે. નાગરિકો શાંતિપૂર્વક, હથિયારો વગર એકત્રિત થવાની સ્વતંત્રતા ધરાવે છે સાથે સંગઠન અથવા સંઘ બનાવવાનો પણ અધિકાર છે. નાગરિકો ભારતમાં મુક્ત રીતે હરી ફરી શકે છે. ભારતના કોઈપણ ભાગમાં નાગરિકને રહેવાનો અને સ્થાયી થવાનો અધિકાર છે, નાગરિક કોઈપણ વ્યવસાય, રોજગાર, વેપાર કરી શકે છે. બંધારણે નાગરિકને આપેલા આ તમામ અધિકારો ભારતના નાગરિકને સશક્ત બનાવે છે. મૂળભૂત અધિકારના ભંગ બદલ નાગરિકોને ઉચ્ચતમ ન્યાયાલયમાં જવાનો અધિકાર પણ એક મૂળભૂત અધિકાર છે. આવા અમૂલ્ય અધિકારો આપનારા દેશના સર્વોચ્ચ સ્થાન ધરાવતા બંધારણને એક જ રાતમાં તત્કાલીન વડાપ્રધાને મોકૂફ કરી અને કટોકટીનો કાળો કાયદો અમલમાં મૂક્યો હતો. ભારતના લાખો નાગરિકોએ વારસામાં મળેલી આઝાદી અને બંધારણના ઘડવૈયાઓએ આપેલા બંધારણને પૂન: સ્થાપિત કરવા જેલના સળીયા ગણ્યા હતા. દેશની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પોતાનું યોગદાન આપનારા લડવૈયાઓને અંજલિ આપવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. વક્તવ્ય બાદ મીસાવાસી મહેન્દ્રભાઈ મશરૂ, લાલવાણી સાનાથાભાઈ મોરી, મહેન્દ્રભાઈ પઢિયાર, સુખરામભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, પૂર્વ પ્રમુખ પુનિતભાઈ શર્મા, વક્તા ભરતભાઈ ગાજીપરા, સ્ટેડીગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસકપક્ષ નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, ગીરીશભાઇ કોટેચા, હરેશભાઈ પરસાણા, ગીતાબેન પરમાર, જે.કે.ચાવડા, વિનુભાઇ ચાદેગ્રા તથા સંગઠન હોદેદારો, આગેવાન, કાર્યકર્તા, કોપોરેટરઓ, વિવિધ મોરચા પ્રમુખ, મહામંત્રી, વોર્ડ પ્રમુખ, મહામંત્રી મીડિયા કન્વીનર સુરેશભાઈ પાનસુરીયા સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ ધોરાજીયાએ કર્યું હતું જ્યારે આભાર વિધી ઓમભાઈ રાવલ કરી હતી તેમ મીડિયા વિભાગના સંજય પંડયાની યાદી જણાવે છે.

error: Content is protected !!